Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ૪ પરિવારના ૮ લોકો વચ્ચે કિડનીની લેવડદેવડ

૪ પરિવારના ૮ લોકો વચ્ચે કિડનીની લેવડદેવડ

Published : 20 August, 2026 08:46 AM | IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કાશ્મીર, દિલ્હી, બિહાર અને નાગાલૅન્ડના દરદીઓના સ્વજનોએ એકમેકના સ્વજનને આપી કિડની : મેડિકલ જગતમાં જબરજસ્ત પડકારજનક અને રૅર ફોર-વે સ્વૉપ કિડની ટ્રાન્સપ્લાન્ટ થયું દિલ્હીમાં

કિડની મેળવનારી ૪ વ્યક્તિઓ

કિડની મેળવનારી ૪ વ્યક્તિઓ


દિલ્હીના સાકેતમાં આવેલી મૅક્સ સુપર સ્પેશ્યલિટી હૉસ્પિટલમાં ૧૩ જુલાઈએ કિડની-ટ્રાન્સપ્લાન્ટની ચેઇન-સર્જરીનો એક પડકારજનક ટાસ્ક થયો હતો જે સફળ થયો હતો. ૪ પરિવારના કુલ ૮ લોકો વચ્ચે કિડનીની લેણદેણનું એવું ગૂંચળું સફળતાથી પાર પડ્યું કે ચારેય કિડનીના દરદીઓને નવું જીવન મળ્યું.

આ નૉર્થ ઇન્ડિયાનું પહેલું સફળ ફોર-વે સ્વૉપ કિડની ટ્રાન્સપ્લાન્ટ છે જેમાં એક દિવસમાં ૪ દાતાઓના શરીરમાંથી કિડની કાઢીને ૪ દરદીઓના શરીરમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી. સામાન્ય રીતે દરદીને તેના સ્વજન થકી જ અંગદાન થાય એવો કાયદો ભારતમાં છે. જોકે જ્યારે મેડિકલ ગ્રાઉન્ડ પર સ્વજન થકી અંગદાન શક્ય ન હોય ત્યારે કોર્ટની પરવાનગી લઈને અન્ય કોઈ દરદીના સ્વજન સાથે મૅચ કરીને સ્વૉપ કરી શકાય છે. દિલ્હીમાં આવું સ્વૉપિંગ બે દરદીઓના સ્વજનો વચ્ચે નહીં પણ ચાર સ્વજનો વચ્ચે થયું હતું. દરદીઓ પણ એકદમ અલગ-અલગ જગ્યાએથી એટલે કે જમ્મુ-કાશ્મીર, દિલ્હી, નાગાલૅન્ડ અને બિહારના હતા. આ માટે ચારેય પરિવારોએ લાંબી કાયદાકીય લડત લડી હતી. પોતાના સ્વજન સાથે કિડની મૅચ ન થતી હોવાથી એકબીજાના દરદી સાથે એનું મૅચિંગ કરવાની પ્રોસેસથી લઈને મેડિકલ કૉમ્પ્લિકેશન્સનાં લગભગ ૩ મહિનાના સંઘર્ષ પછી ફોર-વે કિડની-સ્વૉપ શક્ય બન્યું હતું.



હવે આ ચારેય દરદીઓ અને તેમને કિડની આપનારાં સ્વજનો સ્વસ્થ થઈને હૉસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થઈ ગયાં છે, પરંતુ ચારેય પરિવારો ત્રણ મહિનામાં જે લીગલ અને મેડિકલ સંઘર્ષોમાંથી પસાર થયાં એ કોઈ ફિલ્મી કહાણી અને પરિકલ્પનાથી કમ નથી.  


Whatsapp-channel Whatsapp-channel

20 August, 2026 08:46 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK