અમેરિકાના ભારતના રાજદૂત સર્જિયો ગોર મુખ્ય પ્રધાનના નેતૃત્વથી થયા પ્રભાવિત
ભારતમાં અમેરિકાના ઍમ્બૅસૅડર સર્જિયો ગોર
ભારતમાં અમેરિકાના ઍમ્બૅસૅડર સર્જિયો ગોરે મહારાષ્ટ્રના વૈશ્વિક સ્તરે વધતા પ્રભાવ અને આર્થિક વિકાસની પ્રશંસા કરી હતી. તેમ જ રાજ્યના વિકાસનું શ્રેય મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને આપીને તેમને ડાયનૅમિક અને ઊર્જાવાન નેતા ગણાવ્યા હતા.
ટેક્નૉલૉજી, ઊર્જા અને આરોગ્ય ક્ષેત્રે દ્વિપક્ષીય સહયોગ વિશે યોજાયેલી એક હાઈ લેવલ મીટિંગ દરમ્યાન સર્જિયો ગોરે જણાવ્યું હતું કે ‘મહારાષ્ટ્ર આજે બે મુખ્ય સ્તંભોને કારણે સમગ્ર વિશ્વનું ધ્યાન આકર્ષિત કરી રહ્યું છે, એક મુંબઈનું મજબૂત આર્થિક સામર્થ્ય અને બીજું મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસનું અસાધારણ નેતૃત્વ.’
ADVERTISEMENT
મુંબઈમાં દેવેન્દ્ર ફડણવીસ સાથેની મુલાકાત દરમ્યાન અમેરિકાના ઍમ્બૅસૅડરે ડેટા ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ગ્રીન એનર્જી અને મૉડર્ન મેડિકલ સર્વિસિસ ક્ષેત્રે ભારત-અમેરિકા વચ્ચેના સહયોગને વધુ મજબૂત કરવા વિશે ચર્ચા કરી હતી. મહારાષ્ટ્રને એક અગ્રણી વૈશ્વિક આર્થિક કેન્દ્ર ગણાવતા અમેરિકાના ઍમ્બૅસૅડરે ઉમેર્યું હતું કે વિશ્વાસપાત્ર સપ્લાય-ચેઇનનું નિર્માણ કરવા ઇચ્છતી અમેરિકી કંપનીઓ માટે મહારાષ્ટ્ર અભૂતપૂર્વ વ્યાપારી તકો પૂરી પાડે છે.
દેવેન્દ્ર ફડણવીસને મળવા કંગના રનૌત પહોંચી વર્ષા પર

કંગના રનૌત બુધવારે મુંબઈમાં મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને તેમના નિવાસસ્થાન વર્ષા પર મળી હતી. દેવેન્દ્ર ફડણવીસે સોશ્યલ મીડિયા આ મીટિંગની તસવીર શૅર કરી હતી, જેના જવાબમાં કંગના રનૌતે દેવેન્દ્ર ફડણવીસના માર્ગદર્શન માટે આભાર વ્યક્ત કર્યો હતો.
