મુખ્ય ચૂંટણી-કમિશનર સામે ચાલી રહેલાં પ્રદર્શનોનો વિરોધ કરવા અને લોકશાહી બચાવવાના ઉદ્દેશ સાથે યુવાનોએ નવું સંગઠન બનાવ્યું, કૉક્રૉચ જનતા પાર્ટીના બન્ને પ્રવક્તાની જેલ-કસ્ટડી બે દિવસ લંબાઈ ગઈ
કૉક્રૉચ જનતા પાર્ટીના વિરોધમાં દિલ્હીમાં લાલ હિટ જનતા પાર્ટી મેદાનમાં આવી
ADVERTISEMENT
આ સાથે જ તેમણે ચૂંટણીપંચ જેવી મહત્ત્વની સંસ્થાઓની વિશ્વસનીયતા જાળવી રાખવાની માગણી પણ કરી હતી જેથી દેશમાં કાયદો અને વ્યવસ્થા સુચારુરૂપે ચાલી શકે અને ભ્રામક માહિતીનો અંત આવે.
કૉક્રૉચ જનતા પાર્ટીના બન્ને પ્રવક્તાની જેલ-કસ્ટડી બે દિવસ લંબાઈ ગઈ
દિલ્હી પોલીસે કૉક્રૉચ જનતા પાર્ટી (CJP)ના પ્રવક્તા સૌરભ દાસ અને આશુતોષ રાંકાની જુડિશ્યલ કસ્ટડી વધુ સમય માટે લંબાવવા સ્પેશ્યલ એક્ઝિક્યુટિવ મૅજિસ્ટ્રેટ સમક્ષ કરેલી માગણી પર કોર્ટે અંતિમ ચુકાદો સંભળાવતાં બન્નેની કસ્ટડીમાં બે દિવસનો વધારો કર્યો હતો. ૧૩ ઑક્ટોબરે જંતર મંતર ખાતે પ્રતિબંધિત વિસ્તારનો બંધ ગેટ કૂદીને અંદર પ્રવેશવા અને રાષ્ટ્રધ્વજ ફરકાવીને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવા બદલ પોલીસે બન્નેની અટકાયત કરી હતી.
ત્યાર બાદ કોર્ટે તેમને પાંચ દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા હતા. સોમવારે મંદિર માર્ગ પોલીસ સ્ટેશનમાં નવનિયુક્ત મૅજિસ્ટ્રેટ સમક્ષ બન્નેને ફરીથી રજૂ કરવામાં આવ્યા હતા. આ મામલે પક્ષે અત્યંત ગંભીર આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે દિલ્હી પોલીસ બન્ને યુવા નેતાઓને જાણીજોઈને લાંબા સમય સુધી જેલમાં ગોંધી રાખવા ઇચ્છે છે અને એથી જ જામીનની સુનાવણીમાં ઇરાદાપૂર્વક ભારે વિલંબ કરવામાં આવી રહ્યો છે.
બીજી તરફ રવિવારે જામીનઅરજી પર સત્તાવાર સુનાવણી કરી રહેલા મૅજિસ્ટ્રેટે કોઈ અજાણ્યા માણસો તરફથી પોતાને જાનથી મારી નાખવાની ધમકી મળી હોવાની ચોંકાવનારી ફરિયાદ કરતાં દિલ્હી પોલીસે તાત્કાલિક ધોરણે નૉન-કૉગ્નિઝેબલ રિપોર્ટ સત્તાવાર રીતે દાખલ કર્યો હતો. કોર્ટના આ નવા આદેશ બાદ બન્ને પ્રવક્તાઓએ વધુ બે દિવસ જેલના સળિયા પાછળ વિતાવવા પડશે જેના કારણે પક્ષના તમામ કાર્યકરોમાં પોલીસતંત્રની કાર્યવાહી મામલે ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે.
