તારિક અગાઉ એક બૅન્કમાં સિક્યૉરિટી ગાર્ડ તરીકે કામ કરતો હતો
તારિક અહમદ મલિક
સોમવારે સાંજે લાલ કિલ્લા પાસે કારમાં થયેલા વિસ્ફોટના કેસમાં ૪૪ વર્ષના તારિક અહમદ મલિકની ધરપકડ કરવામાં આવી છે. તારિક અગાઉ એક બૅન્કમાં સિક્યૉરિટી ગાર્ડ તરીકે કામ કરતો હતો. તારિક અહમદ મલિક જમ્મુ અને કાશ્મીરમાં પુલવામાના સાંબુરા વિસ્તારનો રહેવાસી છે. આ ગામમાંથી ધરપકડ કરાયેલા ૩ શંકાસ્પદોમાં તારિક મલિક, આમિર રાશિદ અને ઉમર રશીદનો સમાવેશ થાય છે. તારિક અને આમિરને શ્રીનગર લાવવામાં આવ્યા છે અને તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. ત્રીજો શંકાસ્પદ ઉમર રશીદ પમ્પોરમાં પોલીસ-દેખરેખ હેઠળ છે અને તેની પૂછપરછ ચાલુ છે.
તપાસ એજન્સીઓને શંકા છે કે તારિકની ભૂમિકા લૉજિસ્ટિકલ સપોર્ટ પૂરો પાડવાથી લઈને હુમલાનું આયોજન કરવા અને એની ગતિવિધિઓને આવરી લેવા સુધીની હોઈ શકે છે. અહેવાલો સૂચવે છે કે તારિક મલિક સુસાઇડ કારબૉમ્બર ડૉ. ઉમર મોહમ્મદના સંપર્કમાં હતો, જેણે વિસ્ફોટના સમયે કાર ચલાવી હતી.


