સપના ચૌધરી હવે કરશે નેતાગિરી, ભાજપમાં સામેલ થઈ
સપના ચૌધરી હવે કરશે નેતાગિરી
હરિયાણાની ડાન્સ કલાકાર સપના ચૌધરીએ આખરે ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થઈ છે. રવિવારે દિલ્હી ભાજપની સદસ્યતા અભિયાન દરમિયાન સપના ચૌધરીએ પાર્ટીની સભ્યતા લીધી હતી. સપના ચૌધરીએ મધ્યપ્રદેશના મુખ્ય પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણ અને દિલ્હી ભાજપના પ્રદેશ અધ્યક્ષ મનોજ તિવારી સહિતના મોટા નેતા હાજર રહ્યા હતા. સપના ચૌધરી સાથે દિલ્હીમાં ડીસીપી રહી ચૂકેલા એલએન રાવ પણ ભાજપમાં જોડાયા હતા. એલએન રાવે પણ ભાજપના વરિષ્ઠ નેતાઓની હાજરીમાં ભાજપની સદસ્યતા મેળવી હતી.
ADVERTISEMENT
માનવામાં આવી રહ્યું છે કે, દિલ્હી અને હરિયાણા વિધાનસભા ચૂંટણી પહેલા સપના ચૌધરીના ભાજપમાં જોડાવાથી પાર્ટીને ફાયદો થઈ શકે છે. વિધાનસભા ચૂંટણી દરમિયાન સપના ચૌધરી ભાજપ માટે ચૂંટણી પ્રચાર કરતી જોવા મળી શકે છે. દિલ્હી અને હરિયાણામાં સપના ચૌધરીના લાખો ફેન્સ છે.
સપના ચૌધરીએ આ પહેલા દિલ્હીમાં લોકસભા ચૂંટણી દરમિયાન ભાજપના ઉમેદવાર માટે પ્રચાર કર્યો હતો. સપના ચૌધરી દિલ્હી ભાજપ પ્રદેશ અધ્યક્ષ મનોજ તિવારી સાથે રોડ શૉમાં જોવા મળી હતી. આ રોડ શૉ પછી માનવામાં આવી રહ્યું હતું કે, સપના ચૌધરી ભાજપમાં જોડાઈ શકે છે. સપના ચૌધરી ઘણીવાર ભાજપા પ્રદેશ અધ્યક્ષ મનોજ તિવારી સાથે નજર આવી હતી. લોકસભા ચૂંટણી દરમિયાન સપના ચૌધરીએ કહ્યું હતું કે,ભાજપ માટે ભારતભરમાં પ્રચાર કરવાથી પાછળ હટીશ નહી. ભાજપ તેમની માટે પરિવાર અને રાષ્ટ્રની જેમ છે જ્યા તમને સ્વતંત્ર રૂપથી પોતાની વાત મુકવા અને જનતા સુધી પહોચવાનો અવસર મળે છે.
આ પણ વાંચો: ગાયને રાષ્ટ્રીય પ્રાણીનો દરજ્જો મળે એ માટે આમરણાંત અનશન
સપના ચૌધરી હરિયાણાની એક ફેમસ ડાન્સર અને એક્ટર છે. સપના ચૌધરીનો જન્મ 25 સપ્ટેમ્બર 1990માં હરિયાણાના રોહતકમાં થયો હતો. સપના ચૌધરીએ શરૂઆતના સમયમાં ભારે સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. સપના પહેલા પિતાની કંપનીમાં કામ કરતી જો કે તેના ઘરની હાલત ખાસ નથી અને નાની ઉમરે જ પોતાના પિતાને ગુમાવ્યા હતા. સપના ચૌધરીએ તેમના કરિઅરની શરૂઆત ઓર્કેસ્ટ્રા તરીકે કરી હતી. સપના ચૌધરી બિગ બોસમાં પણ દેખાઈ ચૂકી છે.

