ચિંતાનો વિષય એ છે કે ૨૪ કલાકમાં ચેપને કારણે ૪ લોકોનાં મોત થયાં છે; જેમાં છત્તીસગઢ, કર્ણાટક, કેરલા અને ઉત્તર પ્રદેશના એક-એક દરદીનો સમાવેશ થાય છે.
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
ફરી એક વાર દેશમાં કોરોનાના ચેપના કેસ વધી રહ્યા છે. આરોગ્ય મંત્રાલય દ્વારા ગઈ કાલે સવારે ૮ વાગ્યે જાહેર કરાયેલા આંકડા મુજબ દેશમાં સક્રિય કોરોનાના દરદીઓની સંખ્યા વધીને ૩૩૯૫ થઈ ગઈ છે. ગઈ કાલે સવારે ૮ વાગ્યે પૂરા થયેલા ૨૪ કલાકમાં ૬૮૫ નવા ચેપગ્રસ્ત દરદીઓની ઓળખ કરવામાં આવી છે, જ્યારે ૧૪૩૫ દરદીઓ સ્વસ્થ થયા બાદ તેમને હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. ચિંતાનો વિષય એ છે કે ૨૪ કલાકમાં ચેપને કારણે ૪ લોકોનાં મોત થયાં છે; જેમાં છત્તીસગઢ, કર્ણાટક, કેરલા અને ઉત્તર પ્રદેશના એક-એક દરદીનો સમાવેશ થાય છે.
મુંબઈ-મહારાષ્ટ્ર કોરોના અપડેટ
ADVERTISEMENT
મુંબઈમાં ગઈ કાલે નવા ૩૦ કેસ નોંધાયા.
મહારાષ્ટ્રમાં ગઈ કાલે નવા નોંધાયેલા કેસ ૬૮.
મહારાષ્ટ્રમાં ગઈ કાલે ઍક્ટિવ કેસ ૪૮૫.
રાજ્યોને સતર્ક રહેવા અને પરીક્ષણ વધારવા સૂચનાઓ
આરોગ્ય મંત્રાલય રાજ્યોને સતત અલર્ટ રહેવા અને પરીક્ષણ વધારવાની સૂચના આપી રહ્યું છે. નાગરિકોને પણ અપીલ કરવામાં આવી રહી છે કે જો તેમને હળવાં લક્ષણો દેખાય તો તાત્કાલિક પરીક્ષણ કરાવો અને જરૂરી સૂચનાઓનું પાલન કરો.
ક્યાં કેટલા ઍક્ટિવ કેસ?
કેરલા – ૧૩૩૬, મહારાષ્ટ્ર - ૪૬૭
દિલ્હી - ૩૭૫, કર્ણાટક – ૨૩૪
પશ્ચિમ બંગાળ – ૨૦૫, તામિલનાડુ – ૧૮૫, ઉત્તર પ્રદેશ - ૧૧૭, ગુજરાત -૨૬૫, પૉન્ડિચેરી - ૪૧, રાજસ્થાન - ૬૦, હરિયાણા - ૨૬, મધ્ય પ્રદેશ - ૧૬, ઝારખંડ – ૬, પંજાબ – ૫
૨૪ કલાકમાં કેટલા કેસ?
કેરલા – ૧૮૯, કર્ણાટક – ૮૬
પશ્ચિમ બંગાળ – ૮૯, દિલ્હી - ૮૧, ઉત્તર પ્રદેશ - ૭૫
તામિલનાડુ – ૩૭, મહારાષ્ટ્ર- ૪૩, ગુજરાત – ૪૨, રાજસ્થાન – ૯, પૉન્ડિચેરી – ૬, મધ્ય પ્રદેશ – ૬, હરિયાણા - ૬, ઝારખંડ – ૬, ઓડિશા – ૨, જમ્મુ-કાશ્મીર – ૨, છત્તીસગઢ – ૩, આંધ્ર પ્રદેશ – ૧, પંજાબ – ૧, ગોવા – ૧


