ક્રિસ માર્ટિન સંગમમાં સ્નાન કરતી વખતે હાથ જોડીને પ્રાર્થના કરતો હોય એવી તસવીરો અને વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયા છે.
ક્રિસ માર્ટિને પણ મહાકુંભમાં કર્યું સંગમસ્નાન
પહેલાં મુંબઈમાં અને પછી અમદાવાદમાં તો રેકૉર્ડબ્રેકિંગ કૉન્સર્ટ કર્યા પછી કોલ્ડપ્લેનો મુખ્ય સિંગર ક્રિસ માર્ટિન અને તેની ગર્લફ્રેન્ડ ડકોટા જૉન્સન મહાકુંભમાં પ્રયાગરાજ પહોંચી ગયાં હતાં, જ્યાં તેમણે સંગમમાં પવિત્ર સ્નાન કરવાનો લહાવો લીધો હતો. ક્રિસ માર્ટિન સંગમમાં સ્નાન કરતી વખતે હાથ જોડીને પ્રાર્થના કરતો હોય એવી તસવીરો અને વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયા છે.
વાઇસ-પ્રેસિડન્ટનું સંગમસ્નાન
ADVERTISEMENT

મહાકુંભમાં ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ અને તેમનાં પત્ની સુદેશે શનિવારે સંગમસ્નાન કર્યું હતું.


