જગન મોહન રેડ્ડીના નેતૃત્વની સરકાર હતી ત્યારે દાનપેટીમાંથી આ ચોરી થઈ હોવાનો આરોપ
તિરુપતિ મંદિરમાંથી ૧૦૦ કરોડ રૂપિયાની ચોરી થઈ હતી એના દાવાના સમર્થનમાં એક CCTV ફુટેજ શૅર કર્યું હતું.
આંધ્ર પ્રદેશના ઇન્ફર્મેશન અને ટેક્નૉલૉજી પ્રધાન અને તેલુગુ દેસમ પાર્ટીના નેતા નારા લોકેશે આરોપ લગાવ્યા છે કે ૨૦૧૯થી ૨૦૨૪ દરમ્યાન થયેલાં પાપોની સમગ્ર તસવીર બહુ જલદીથી લોકોની સામે આવશે. તેમણે તિરુપતિ મંદિરમાંથી ૧૦૦ કરોડ રૂપિયાની ચોરી થઈ હતી એના દાવાના સમર્થનમાં એક CCTV ફુટેજ શૅર કર્યું હતું.
તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (TTD)ના સદસ્ય અને BJPના નેતા ભાનુ પ્રકાશ રેડ્ડીએ પણ આ ચોરીના દાવાને સમર્થન આપીને આરોપ લગાવ્યો હતો કે ૨૦૧૯થી ૨૦૨૪માં TTDના ઇતિહાસની સૌથી મોટી લૂંટ થઈ હતી.
ADVERTISEMENT
નારા લોકેશે કહ્યું હતું કે ભગવાનના મંદિરમાંથી પણ પૈસા સેરવી લેવાયા હતા અને એ ચોરેલા પૈસા રિયલ એસ્ટેટમાં રોકવામાં આવ્યા હતા.


