Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > Chandrayaan 3 : પ્રોપલ્શન મોડ્યૂલની કમાલ! મિશન પૂર્ણ કરી આવ્યું પૃથ્વીની ભ્રમણકક્ષામાં

Chandrayaan 3 : પ્રોપલ્શન મોડ્યૂલની કમાલ! મિશન પૂર્ણ કરી આવ્યું પૃથ્વીની ભ્રમણકક્ષામાં

05 December, 2023 11:32 AM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Chandrayaan 3: ચંદ્રયાન-3નુ પ્રપલ્શન મોડ્યુલ ચંદ્રની ભ્રમણકક્ષામાંથી પૃથ્વીની ભ્રમણકક્ષામાં લાવવામાં આવ્યું છે. અવકાશયાન 14 જુલાઈ 2023ના રોજ SDSC, SHARના LVM3-M4 વાહન પર લોન્ચ થયું હતું.

ઇસરોના એક્સ એકાઉન્ટ પર શૅર કરવામાં આવેલ તસવીર

ઇસરોના એક્સ એકાઉન્ટ પર શૅર કરવામાં આવેલ તસવીર


ચંદ્રયાન-3 (Chandrayaan 3)નું પ્રોપલ્શન મોડ્યુલ તેનું મિશન સફળતાપૂર્વક પૂર્ણ કર્યા બાદ પૃથ્વીની ભ્રમણકક્ષામાં પરત (Propulsion Module Return to Earth`s Orbit) ફર્યું છે. ભારતની માત્ર નવા મિશન લોન્ચ કરવાની જ નહીં પરંતુ તેને સફળતાપૂર્વક પાર પાડવાની મોટી સફળતા છે. વિક્રમ લેન્ડરને ચંદ્ર પર એક સપાટીથી બીજી સપાટી પર લઈ જવાના પ્રયોગ પછી ઈસરોની આ વધુ એક સિદ્ધિ છે, એમ કહી શકાય. 

ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો)એ આ બાબતે જણાવ્યું હરું કે, ચંદ્રયાન-3ના પ્રોપલ્શન મોડ્યુલને ચંદ્રની ભ્રમણકક્ષામાંથી પૃથ્વીની ભ્રમણકક્ષામાં લાવવામાં આવ્યું (Propulsion Module Return to Earth`s Orbit) છે. અવકાશયાન (Chandrayaan 3) 14 જુલાઈ 2023ના રોજ SDSC, SHARના LVM3-M4 વાહન પર લોન્ચ કરવામાં આવ્યું હતું. 23 ઓગસ્ટે વિક્રમ લેન્ડરે સફળતાપૂર્વક ચંદ્ર પર ઉતરાણ કર્યું હતું.



આ સાથે જ ISRO (ઇસરો) દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે એજન્સીનું મુખ્ય ધ્યેય પહેલા લેન્ડર મોડ્યુલને પ્રોપલ્શન મોડ્યુલથી અલગ કરીને ચંદ્રની અંતિમ ભ્રમણકક્ષામાં મુકવાનું હતું. વિભાજન બાદ પ્રોપલ્શન મોડ્યુલનું સ્પેક્ટ્રો-પોલરીમેટ્રી હેબિટેબલ પ્લેનેટ અર્થ (SHAPE) પેલોડ સક્રિય થયું હતું. જે યોજના નક્કી કરવામાં આવી હતી તે અનુસાર, અગાઉ આ પેલોડને પ્રોપલ્શન મોડ્યુલમાં ત્રણ મહિના સુધી સક્રિય રાખવાની યોજના હતી.


23 ઓગસ્ટે ચંદ્ર પર ઐતિહાસિક ઉતરાણ થયું હતું

વિક્રમ લેન્ડરને લઈને ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો)એ કહ્યું કે ચંદ્રયાન-3 (Chandrayaan 3)ના પ્રોપલ્શન મોડ્યુલને ચંદ્રની પરિક્રમા કર્યા બાદ હવે પૃથ્વીની ભ્રમણકક્ષામાં પરત લઈ જવામાં આવ્યું છે. ચંદ્રયાન-3 મિશનનો મુખ્ય ઉદ્દેશ્ય ચંદ્રના દક્ષિણી ધ્રુવીય ક્ષેત્રની નજીક સોફ્ટ લેન્ડિંગ કરવાનો હતો.


શું છે ઇસરોનું આગામી મિશન?

ISROએ જણાવ્યું હતું કે લેન્ડર અને રોવરમાં વૈજ્ઞાનિક સાધનો નિર્ધારિત મિશન મુજબ 1 ચંદ્ર દિવસ સુધી સતત કાર્યરત હતા. ચંદ્રયાન-3 મિશન (Chandrayaan 3)ના ઉદ્દેશ્યો સંપૂર્ણ રીતે પૂર્ણ થઈ ગયા છે. હાલમાં પ્રોપલ્શન મોડ્યુલ પૃથ્વીની પરિક્રમા કરી રહ્યું છે અને 22 નવેમ્બરના રોજ 1.54 લાખ કિલોમીટરની ઊંચાઈને પણ પાર કરી ગયું છે. હાલમાં પ્રોપલ્શન મોડ્યુલ પૃથ્વીની આસપાસ ફરે છે. તેણે 22 નવેમ્બરના રોજ 1.54 લાખ કિલોમીટરના અંતરે સ્થિત પ્રથમ તબક્કો પાર કરી લીધો હતો.

આ સાથે જ ઈસરોએ જણાવ્યું હતું કે ભ્રમણકક્ષાનો સમયગાળો અંદાજે 13 દિવસનો છે. ચંદ્રની ભ્રમણકક્ષામાંથી પ્રોપલ્શન મોડ્યુલને પૃથ્વી પર પાછા લાવવાનો પ્રયોગ (Propulsion Module Return to Earth`s Orbit) આગામી મિશન યોજનાઓ માટે ફાયદાકારક સાબિત થશે. આ પછી મિશનમાં ચંદ્ર પરથી પૃથ્વી પર પાછા ફરવાનું પણ સામેલ હશે. હાલમાં આ મોડ્યુલ માટે સોફ્ટવેર તૈયાર કરવામાં આવી રહ્યું છે. તે હજુ તેના પ્રારંભિક તબક્કામાં છે. ચંદ્રયાન 3 (Chandrayaan 3)ના લોન્ચિંગના થોડા દિવસો બાદ તેની સામે એક મોટો ખાડો દેખાયો હતો. ચંદ્રની સપાટી પર ફરતું રોવર પ્રજ્ઞાન તેના સ્થાનની આગળ સ્થિત એક મોટા ખાડા પર આવી ગયું હતું. જોકે તેણે તેને સુરક્ષિત રીતે પાર કરી લીધો હતો.

Whatsapp-channel Whatsapp-channel

05 December, 2023 11:32 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK