માઇક્રોસોફ્ટે (Microsoft) વિન્ડોઝ 10 (Windows 10) યુઝર્સને મોટી ભેટ આપી છે. હવે વિન્ડોઝ 10 યુઝર્સને AI-સંચાલિત `કૉ-પાયલટ ફીચર` અજમાવવાની મંજૂરી આપી રહ્યું છે
પ્રતીકાત્મક તસવીર
માઇક્રોસોફ્ટે (Microsoft) વિન્ડોઝ 10 (Windows 10) યુઝર્સને મોટી ભેટ આપી છે. હવે વિન્ડોઝ 10 યુઝર્સને AI-સંચાલિત `કૉ-પાયલટ ફીચર` અજમાવવાની મંજૂરી આપી રહ્યું છે. તે પહેલા માત્ર વિન્ડોઝ 11 (Windows 11)માં જ ઉપલબ્ધ હતું. સુવિધાનો ઉપયોગ કરવા માટે, પાત્ર ઉપકરણો ધરાવતા વપરાશકર્તાઓએ રિલીઝ પ્રીવ્યૂ બીલ્ડ ઇન્સ્ટોલ કરવાની જરૂર પડશે, જેમાં AI-સંચાલિત કૉ-પાયલટ (Co-Pilot)ની ઍક્સેસનો સમાવેશ થાય છે.
પ્રીવ્યૂ બીલ્ડને ઇન્સ્ટોલ કરવા માટે વપરાશકર્તાઓને વિન્ડોઝ ઈનસાઈડર ટેસ્ટર પ્રોગ્રામમાં નોંધણી કરાવવાની જરૂર પડશે અને સંભવિતપણે વિન્ડોઝ 10 હોમ અને પ્રો પર પણ કૉ-પાયલટ ફીચર ઉપલબ્ધ થશે. કંપનીએ જણાવ્યું હતું કે, “વિન્ડોઝ પર કૉ-પાયલટ માટે તમારા ઉપકરણની પાત્રતાની પુષ્ટિ થવામાં સમય લાગી શકે છે, તેથી તે તરત જ દેખાશે નહીં.”
ADVERTISEMENT
કૉ-પાયલટ ચલાવવા માટે ઓછામાં ઓછી 4 GB RAM જરૂરી
સમાચાર એજન્સી આઈએનએએસ અનુસાર કૉ-પાયલટ ચલાવવા માટે સિસ્ટમની આવશ્યકતાઓમાં ઓછામાં ઓછી 4 જીબી રેમ અને ડિસ્પ્લે એડેપ્ટરનો સમાવેશ થાય છે, જે ઓછામાં ઓછા 720pના રિઝોલ્યુશનને સપોર્ટ કરે છે. માઇક્રોસોફ્ટે એમ પણ કહ્યું કે, ચેટબોટનું પૂર્વાવલોકન હાલમાં ફક્ત પસંદગીના બજારોમાં જ ઉપલબ્ધ છે, એટલે કે ઉત્તર અમેરિકા અને એશિયા અને દક્ષિણ અમેરિકાના કેટલાક પ્રદેશોમાં, જેનો અર્થ છે કે ભૂગોળના આધારે વપરાશકર્તાઓને લૉક કરવામાં આવી શકે છે.
વિન્ડોઝ 10માં ટાસ્કબારની જમણી બાજુએ કૉ-પાયલટ બટન
કંપનીએ કહ્યું કે, “વિન્ડોઝ 10માં ટાસ્કબારની જમણી બાજુએ કૉ-પાયલટ બટન દેખાશે, જ્યારે તમે તેને પસંદ કરો છો, ત્યારે વિન્ડોઝમાં કૉ-પાયલટ તમારી સ્ક્રીનની જમણી બાજુએ દેખાશે અને તે ડેસ્કટૉપ સામગ્રી સાથે ઓવરલેપ થશે નહીં અથવા ઑપન ઍપ્લિકેશન વિન્ડોઝ પર અવરોધિત રહેશે નહીં.”
માઇક્રોસૉફ્ટમાં જોડાશે સૅમ ઑલ્ટમૅન
ઓપનએઆઇના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર (સીઈઓ) સૅમ ઑલ્ટમૅન એના આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સનું નેતૃત્વ કરવા હવે માઇક્રોસૉફ્ટ કૉર્પમાં જોડાઈ ગયા છે. યુએસ સૉફ્ટવેર ફર્મના સીઈઓ સત્ય નડેલાએ સોમવારે આની પુષ્ટિ કરી હતી. દરમિયાન ટ્વિચના કો-ફાઉન્ડર એમેટ શિયરે સોમવારે ઓપન એઆઇના નવા સીઈઓ તરીકે તેમની નિમણૂકની પુષ્ટિ કરી છે. નડેલાએ સોમવારે વહેલી સવારે એક પોસ્ટમાં જણાવ્યું હતું કે ઓપનએઆઇના બોર્ડમાંથી બહાર નીકળનાર ગ્રેગ બ્રોકમૅન પણ માઇક્રોસૉફ્ટ સાથે જોડાશે. માઇક્રોસૉફ્ટ આ નવા સંબંધ માટે કમિટેડ છે. સ્ટાર્ટઅપના નવા સીઈઓ એમેટ શિયર સાથે કામ કરવા આતુર છે.
ઓપન એઆઇએ વાઇરલ ચૅટબોટ ચૅટ જીપીટીના લૉન્ચ સાથે જનરેટિવ એઆઇની શરૂઆત કરી અને માઇક્રોસૉફ્ટના રોકાણકાર તરીકે મોટાં નામોની સાથે એક વર્ષ કરતાં પણ ઓછા સમયમાં એનો વિકાસ થયો. મહત્ત્વની વાત છે કે ૧૭ નવેમ્બરના ઓપનએઆઇ બોર્ડે સીઈઓ અને કો-ફાઉન્ડર સૅમ ઑલ્ટમૅન અને ગ્રેગ બ્રોકમૅનને બોર્ડમાંથી હટાવ્યા બાદ રાજીનામું આપ્યું હતું. કંપનીએ ૧૮ નવેમ્બરે મીરા મૂર્તિને વચગાળાનાં સીઈઓ તરીકે નિયુક્ત કર્યા હતા. જોકે રોકાણકાર ખોસલા વેન્ચર્સે કહ્યું કે અમને ઑલ્ટમૅન ઓપન એઆઇમાં પાછા જોઈએ, પછી તે કંઈ પણ કરતા હોય. અન્ય કર્મીઓએ પણ સપ્તાહમાં ઑલ્ટમૅન પાછા ન આવે તો નોકરી છોડવાની વાત કરી હતી.

