Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > BRICS સમિટમાં ભારત, ચીન અને રશિયાના પ્રમુખોની મુલાકાત પર US અને પાકિસ્તાનની નજર

BRICS સમિટમાં ભારત, ચીન અને રશિયાના પ્રમુખોની મુલાકાત પર US અને પાકિસ્તાનની નજર

Published : 11 September, 2026 02:22 PM | IST | New Delhi
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

બ્રિક્સ જૂથમાં હાલમાં બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન, દક્ષિણ આફ્રિકા, ઇજિપ્ત, ઇથોપિયા, ઈરાન, યુએઈ (UAE), સાઉદી અરેબિયા અને ઇન્ડોનેશિયાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, અનેક ભાગીદાર દેશોના પ્રતિનિધિઓ પણ દિલ્હી પહોંચશે અને સમિટમાં સામેલ થશે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ

વડા પ્રધાન નરેન્દ્ર મોદી, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ


ભારતમાં આ અઠવાડિયે વિશ્વના મુખ્ય દેશોના નેતાઓને હોસ્ટ કરવા જઈ રહ્યું છે. 18 મી બ્રિક્સ (BRICS) સમિટ 12 અને 13 સપ્ટેમ્બરે નવી દિલ્હીના `ભારત મંડપમ` ખાતે યોજાઈ રહી છે. બ્રિક્સ જૂથમાં હાલમાં બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન, દક્ષિણ આફ્રિકા, ઇજિપ્ત, ઇથોપિયા, ઈરાન, યુએઈ (UAE), સાઉદી અરેબિયા અને ઇન્ડોનેશિયાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, અનેક ભાગીદાર દેશોના પ્રતિનિધિઓ પણ દિલ્હી પહોંચશે અને સમિટમાં સામેલ થશે.

ભારતના બ્રિક્સ મંચ પર અમેરિકાનું ધ્યાન



અમેરિકન સમાચાર સંસ્થા `એપી` (AP) ના અહેવાલ મુજબ, દિલ્હી સમિટ એક એવું મંચ પૂરું પાડશે જ્યાં 11 બ્રિક્સ દેશો વૈશ્વિક તણાવ અને આર્થિક મુદ્દાઓ પર ચર્ચા કરશે. અહેવાલમાં નોંધવામાં આવ્યું છે કે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયન સહિતના અનેક મુખ્ય નેતાઓ દિલ્હી આવશે. `એપી` એ ચીન અને રશિયા સાથેના સંબંધોની સાથે સાથે અમેરિકા અને અન્ય પશ્ચિમી દેશો સાથેની ભારતની ભાગીદારીના મહત્ત્વ પર પણ પ્રકાશ પાડ્યો છે. રોઇટર્સ (Reuters) ના એક અહેવાલમાં બ્રિક્સ પ્રમુખપદ દરમિયાન ડિજિટલ પેમેન્ટ્સને સરળ બનાવવાના ભારતના પ્રયાસો પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. અહેવાલ મુજબ, ભારત બ્રિક્સ દેશોની સેન્ટ્રલ બૅન્ક ડિજિટલ કરન્સી (CBDC) ને પરસ્પર જોડવાનો પ્રસ્તાવ આગળ વધારી રહ્યું છે. આ પગલું બીજા દેશોમાં ચૂકવણીને સરળ અને ઝડપી બનાવવામાં મદદ કરી શકે છે.


પાકિસ્તાની મીડિયાનું ધ્યાન BRICS પર

પાકિસ્તાનના અગ્રણી અખબાર Dawn એ પણ દિલ્હીમાં યોજાનારી બ્રિક્સ સમિટ અંગે અનેક અહેવાલો પ્રકાશિત કર્યા છે, જેમાં આ જૂથની વધતી જતી ભૂમિકા અને વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિની ચર્ચા કરવામાં આવી છે. Dawn ના એક અહેવાલમાં જણાવાયું છે કે ભારત આ સમિટ દ્વારા બ્રિક્સની વૈશ્વિક ભૂમિકાને મજબૂત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. અહેવાલમાં રશિયા, ચીન અને ઈરાનના રાષ્ટ્રપતિઓની દિલ્હી મુલાકાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને કાર્યક્રમ દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથેની તેમની દ્વિપક્ષીય વાતચીતના મહત્ત્વ પર ભાર મૂકવામાં આવ્યો છે. Dawn ના અન્ય એક અહેવાલમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને શી જિનપિંગ વચ્ચે મુલાકાતની શક્યતા પર ભાર મૂકવામાં આવ્યો છે. તે શી જિનપિંગની ભારત મુલાકાતને બન્ને દેશો વચ્ચેના સંબંધોમાં તાજેતરમાં આવેલા સુધારા સાથે જોડે છે. બ્રિક્સ બેઠકની સાથે બન્ને નેતાઓ વચ્ચે સંભવિત વાતચીતને પણ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે.


PM મોદી સાથે વાતચીત પહેલા શરત કે? જિનપિંગના ભારત પ્રવાસને ચીને કેમ બનાવ્યું...

સમિટના 48 કલાક પહેલા સુધી ચીને રાષ્ટ્રપતિ શી જિનપિંગની બ્રિક્સ સમિટમાં ભાગીદારી અંગે સસ્પેન્સ જાળવી રાખ્યું હતું. આ પાછળ ઘણા મહત્વપૂર્ણ કારણો છે. ભારત દ્વારા આયોજિત બ્રિક્સ સમિટમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની મુલાકાત આખરે પુષ્ટિ થઈ ગઈ છે. ગુરુવારે એક દિવસની અટકળો પછી, ચીને સાંજ સુધીમાં સત્તાવાર રીતે પુષ્ટિ આપી હતી કે રાષ્ટ્રપતિ શી જિનપિંગ નવી દિલ્હીમાં 18મા બ્રિક્સ નેતાઓના સમિટમાં હાજરી આપશે. આ પુષ્ટિ ભારત મંડપમમાં મુખ્ય કાર્યક્રમ શરૂ થવાના માત્ર 48 કલાક પહેલા આવી હતી. જોકે, ચીને છેલ્લી ઘડી સુધી શી જિનપિંગની ભારત મુલાકાતને ગુપ્ત કેમ રાખી તે અંગે પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે.

Whatsapp-channel Whatsapp-channel

11 September, 2026 02:22 PM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK