દિલ્હીમાં વિધાનસભા ચૂંટણીને લઈને રાજકારણનો પારો ચડવા માંડ્યો છે. પછી તે સત્તાધારી આમ આદમી પાર્ટી હોય કે પછી વિપક્ષી દળ ભારતીય જનતા પાર્ટી. બન્ને દળો રણનૈતિક તૈયારીઓમાં લાગેલા છે.
તસવીર સૌજન્ય વીડિયોમાંથી લેવાયેલ સ્ક્રીનગ્રૅબ
કી હાઇલાઇટ્સ
- દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે બીજેપીનું પોસ્ટર
- બીજેપીનો નવો નારો, અબ નહીં સહેંગે, બદલ કર રહેંગે
- દિલ્હીના લોકો કેજરીવાલથી મુક્તિ ઇચ્છે છે- વીરેન્દ્ર સચદેવા
દિલ્હીમાં વિધાનસભા ચૂંટણીને લઈને રાજકારણનો પારો ચડવા માંડ્યો છે. પછી તે સત્તાધારી આમ આદમી પાર્ટી હોય કે પછી વિપક્ષી દળ ભારતીય જનતા પાર્ટી. બન્ને દળો રણનૈતિક તૈયારીઓમાં લાગેલા છે. આ દરમિયાન બીજેપીએ આપને ટક્કર આપવા માટે નવો નારો અપનાવ્યો છે. દિલ્હી બીજેપી ઑફિસ પરથી આ પોસ્ટર જાહેર કરવામાં આવ્યું છે. જાણો શું છે આમાં ખાસ?
દિલ્હીમાં આવતા વર્ષની શરૂઆતમાં જ વિધાનસભા ચૂંટણી થવાની છે. એવામાં બધી રાજનૈતિક પાર્ટીઓએ તૈયારીઓને વેગ આપ્યો છે. ભલે હાલ ચૂંટણીની તારીખોની જાહેરાત થી નથી પણ બધા દળ ગ્રાઉન્ડ પર એક્ટિવ છે. બીજેપીનો પ્રયત્ન છે કે દિલ્હીની સત્તાધારી આમ આદમી પાર્ટીને માત આપવાની છે. આ જ કારણ છે કે બીજેપીએ આમ આદમી પાર્ટીને ટક્કર આપવા માટે આ નારો ઘડ્યો છે... `અબ નહીં સહેંગે, બદલ કર રહેંગે.` બીજેપીના પ્રદેશ અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવાનો દાવો છે કે નારો દિલ્હીની જનતાની ભાવનાઓ સાથે જોડાયેલો છે.
ADVERTISEMENT
ભાજપના પોસ્ટર પર વીરેન્દ્ર સચદેવાએ શું કહ્યું?
દિલ્હી ભાજપ દ્વારા જાહેર કરાયેલા પોસ્ટર પર પ્રદેશ અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવાએ કહ્યું કે આ દિલ્હીની જનતાનું સ્લોગન છે. જ્યારે અમે મેનિફેસ્ટો તૈયાર કરી રહ્યા હતા અને દિલ્હીના લોકોને મળી રહ્યા હતા જેમાં બિઝનેસ ક્લાસ અને આરડબ્લ્યુએના લોકો સામેલ હતા. અમે ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકો સાથે વાત કરી. આ દરમિયાન બધાનો એક જ મત હતો કે તેઓ અરવિંદ કેજરીવાલથી આઝાદી ઈચ્છે છે. તેઓ હવે તેમને સહન કરી શકતા નથી અને પરિવર્તન ઈચ્છે છે. આ ભાવનાથી જ પરિવર્તનની માંગ ઉઠી છે કે અમે હવે કેજરીવાલને સહન નહીં કરીએ, અમે પરિવર્તન લાવીશું અને દિલ્હીમાં ભાજપની સરકાર બનાવીશું.
#WATCH | Delhi: Posters of `Ab nahi sahenge, badal ke rahenge` put up outside the Delhi BJP office. pic.twitter.com/aLUlVIe8kb
— ANI (@ANI) December 7, 2024
`દિલ્હીના લોકો કેજરીવાલથી આઝાદી ઈચ્છે છે`
વીરેન્દ્ર સચદેવાએ કહ્યું કે ભાજપ સેવા કાર્ય કરી રહી છે. અમારા સાત સાંસદો દિલ્હીમાં સતત કામ કરી રહ્યા છે. હવે દિલ્હીના લોકો પણ સમજી ગયા છે કે માત્ર ડબલ એન્જિનવાળી સરકાર જ રાજધાનીનો વિકાસ કરી શકે છે. જો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દિલ્હીમાં ડબલ એન્જિનવાળી સરકાર બનશે તો દિલ્હીની ખરાબ હાલતનો અંત આવશે. દિલ્હીમાં ખુશીનો માહોલ હોવો જોઈએ. અમે બધા આ માટે કામ કરીશું.
`અબ નહીં સહેંગે, બદલ કર રહેંગે`
અગાઉ વીરેન્દ્ર સચદેવાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું હતું મેં મારા દિલ્હીના તમામ ઓટો ડ્રાઈવર ભાઈઓ અને બહેનોને વચન આપ્યું હતું કે તમારી તમામ માંગણીઓ ચોક્કસપણે પૂરી કરવામાં આવશે. મેં અમારા દિલ્હીના ઓટો ડ્રાઇવરોને વિનંતી કરી કે `સ્વચ્છ દિલ્હી અભિયાન`માં યોગદાન આપો, તમે બધા તમારા વાહનમાં એક બેગ રાખો અને મુસાફરોને તેનો ઉપયોગ કરવા વિનંતી કરો, આનાથી આપણે બધા આપણી દિલ્હીને સ્વચ્છ રાખી શકીશું.


