Bank Manager Commits Suicide due to Work Pressure: મહારાષ્ટ્રના બારામતીના ભીગવાન રોડ પર સ્થિત એક ખાનગી બૅન્કના સિનિયર મેનેજરે આત્મહત્યા કરી હતી. શિવશંકર મિત્રાનો મૃતદેહ બૅન્ક પરિસરમાં લટકતી હાલતમાં મળી આવ્યો હતો. મિત્રા UPના પ્રયાગરાજના વતની હતો.
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: મિડ-ડે)
મહારાષ્ટ્રના બારામતીના ભીગવાન રોડ પર સ્થિત એક ખાનગી બૅન્કના સિનિયર મેનેજરે આત્મહત્યા કરી હતી. શિવશંકર મિત્રાનો મૃતદેહ બૅન્ક પરિસરમાં લટકતી હાલતમાં મળી આવ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, મિત્રા ઉત્તર પ્રદેશના પ્રયાગરાજના વતની હતો અને ઘણા વર્ષોથી બૅન્ક ઑફ બરોડાની બારામતી સિટી શાખામાં ચીફ મેનેજર તરીકે કાર્યરત હતા. આ ઘટના ગુરુવારે રાત્રે 10 વાગ્યાથી મધ્યરાત્રિ દરમિયાન બની હોવાનું જાણવા મળે છે.
પોલીસે જણાવ્યું હતું કે શિવશંકર મિત્રા છેલ્લા કેટલાક અઠવાડિયાથી ખૂબ જ તણાવમાં હતા અને તેમણે તેમના પરિવાર સાથે તેમની માનસિક સ્થિતિ અંગે પણ ચર્ચા કરી હતી. તેમણે પાંચ-છ દિવસ પહેલા પોતાની નિવૃત્તિ માટે અરજી કરી હતી. ગુરુવારે રાત્રે મિત્રાએ એક વિગતવાર સુસાઇડ નોટ લખી હતી, જેમાં તેણે બૅન્કના કામને લગતા વધુ પડતા દબાણને તેની આત્મહત્યાનું કારણ ગણાવ્યું હતું. ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ પોલીસે કબજે કર્યા છે, જેની તપાસ ચાલી રહી છે.
ADVERTISEMENT
જ્યારે તે ઘરે પાછો ન ફર્યો ત્યારે પત્નીએ જાણ કરી
બારામતી શહેર પોલીસ ઇન્સ્પેક્ટર વિલાસ નાલેએ ઘટનાની પુષ્ટિ કરતા કહ્યું, ‘શિવશંકર મિત્રા ઘરે ન ફર્યા ત્યારે તેની પત્નીએ અમને જાણ કરી. જ્યારે બૅન્ક કર્મચારીઓએ પરિસરની તપાસ કરી ત્યારે તેમને લટકતો જોવા મળ્યો.’ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે. તેમના પેન્ટના ખિસ્સામાંથી એક સુસાઇડ નોટ મળી આવી છે, જેની તપાસ ચાલી રહી છે. પોલીસે ચોક્કસ કારણો શોધવા માટે કેસની તપાસ શરૂ કરી છે. આ ઘટના ગુરુવારે રાત્રે 10 વાગ્યાથી મધ્યરાત્રિ દરમિયાન બની હોવાનું જાણવા મળે છે. ગુરુવારે રાત્રે મિત્રાએ એક વિગતવાર સુસાઇડ નોટ લખી હતી, જેમાં તેણે બૅન્કના કામને લગતા વધુ પડતા દબાણને તેની આત્મહત્યાનું કારણ ગણાવ્યું હતું.
છેલ્લા અનેક સમયથી દેશભરમાંથી અપઘાતના અનેક સમાચાર સામે આવી રહ્યા છે. તાજેતરમાં પણ એવો જ એક ચોંકાવનારો કિસ્સો જોવા મળ્યો છે, જેમાં દિલ્હીના એક યુવકે વીડિયો બનાવી અપઘાત કર્યો છે. ગુરુવારે દિલ્હીના નિહાલ વિહાર વિસ્તારમાં વિકાસ નામના એક યુવકે આત્મહત્યા કરી લીધી હતી. આ આત્યંતિક પગલું ભરતા પહેલા, તેણે પોતાનો એક વીડિયો બનાવ્યો હતો આને સ્ટેટમેન્ટ રેકોર્ડ કર્યું હતું. વીડિયોમાં તેણે પોતાનું જીવન ટૂંકાવવાના કારણો સમજાવ્યા. તેણે આ કૃત્યનો ફોન પર વીડિયો પણ બનાવ્યો. હતો, વીડિયોમાં, વિકાસે આરોપ લગાવ્યો કે તે દેવાના બોજ હેઠળ દબાઈ ગયો છે અને આ સમય દરમિયાન તેની પત્ની તેમના ચાર વર્ષના બાળક સાથે તેને છોડીને જતી રહી હતી. તેને શંકા હતી કે તે શાકિબ નામના બીજા પુરુષ સાથે સંબંધમાં છે.


