સ્વાતિએ આરોપ મૂક્યો હતો કે તેઓ વહેલી સવારે ઇન્સ્પેક્શન કરી રહ્યાં હતાં ત્યારે નશામાં રહેલા એક માણસે તેમની છેડતી કરી હતી
દિલ્હી મહિલા પંચનાં ચીફને પરેશાન કરનારે બીજી એક મહિલાને પણ ટાર્ગેટ કરી હતી
નવી દિલ્હી (પી.ટી.આઇ.): દિલ્હી મહિલા પંચનાં ચીફ સ્વાતિ માલિવાલે ગઈ કાલે આરોપ મૂક્યો હતો કે એઇમ્સ હૉસ્પિટલની બહાર તેમને પરેશાન કરનારી વ્યક્તિએ આ જ મહિનામાં એ જ રીતે બીજી એક મહિલાને પણ ટાર્ગેટ બનાવી હતી.
સ્વાતિએ આરોપ મૂક્યો હતો કે તેઓ વહેલી સવારે ઇન્સ્પેક્શન કરી રહ્યાં હતાં ત્યારે નશામાં રહેલા એક માણસે તેમની છેડતી કરી હતી અને પંદર મીટર સુધી કારની સાથે તેમને ઘસડ્યાં હતાં. ૪૭ વર્ષના આ આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
ADVERTISEMENT
સ્વાતિએ એક ટ્વીટમાં જણાવ્યું હતું કે ‘જે પુરુષે મને પરેશાન કરી હતી તેણે અન્ય મહિલાઓને પણ ટાર્ગેટ કરી હતી. ૧૮૧ હેલ્પલાઇન પર એક મહિલાએ જણાવ્યું હતું કે ૧૭ જાન્યુઆરીએ લોઢી રોડ પર આ પુરુષ તેની ફરતે વારંવાર કાર ચલાવતો રહ્યો હતો અને તેને કારમાં બેસવા માટે કહેતો હતો.’ બીજેપીના સંસદસભ્ય મનોજ તિવારીએ આ ઘટના થઈ હોવા બાબતે શંકા વ્યક્ત કરી હતી અને એને બનાવટી સ્ટિંગ ઑપરેશન ગણાવ્યું હતું.