Mumbai Viral Video: એક મહિલાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે. ટ્રાફિક જૅમ અંગેનો મહિલાનો બળાપો મંત્રી ગિરીશ મહાજનને ભોગવવો પડ્યો હતો.
ટ્રાફિક જૅમ અંગે લોકોને પડતી હાલાકી અંગે મહિલાએ મુંબઈ પોલીસને જણાવ્યું હતું (વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ)
Mumbai Viral Video: ગઇકાલે મંગળવારે મુંબઈ ભાજપા તરફથી મહિલા આરક્ષણ બિલનો વિરોધ કરનાર વિપક્ષ સામે જન આક્રોશ રેલી યોજી હતી. આ રેલી મુંબઈમાં આવેલ જાંબોરી મેદાન પરિસરમાં આયોજિત કરવામાં આવી હોઇ ત્યાં મોટા પ્રમાણમાં જનમેદની ઉમટી હતી. જેને કારણે ટ્રાફિક જૅમની સ્થિતિ સર્જાઇ હતી જેને કારણે સામાન્ય નાગરિકોને ભારે મુસીબતોનો સામનો કરવાનો વારો આવ્યો હતો. આ જ બાબતનું સમર્થન આપતો એક મહિલાનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે. આ મહિલાનો બળાપો મંત્રી ગિરીશ મહાજનને ભોગવવો પડ્યો હતો. મંત્રી ગિરીશ મહાજને રેલીમાં કહ્યું હતું કે આજે મહિલાશક્તિ કોંગ્રેસ સામે રસ્તા પર ઉતરી આવી છે. સમગ્ર દેશમાં મહિલા શક્તિ આક્રમક છે. કોંગ્રેસે જે રીતે આ બિલનો વિરોધ કર્યો છે તેનાથી મહિલાઓમાં ભારે ગુસ્સો ફેલાયો છે.
વાત વાઇરલ વિડીયોની
ADVERTISEMENT
महिलांच्या सशक्तीकरणाच्या नावाखाली राजकारण करणाऱ्या, आरक्षणाचा मुद्दा पुढे करून महिलांची दिशाभूल करणाऱ्या आणि त्यांना केवळ राजकीय साधन म्हणून वापरत खोटे नॅरेटिव्ह पसरवणा-या भाजपाचा खरा चेहरा या भगिणीने वरळीहून निघालेल्या मोर्चासमोर जाऊन उघडा पाडला आहे.
— Harshwardhan Sapkal (@INCHarshsapkal) April 21, 2026
महिला आरक्षणाच्या आडून… pic.twitter.com/XqsPfhZY9c
વાઇરલ વિડીયો (Mumbai Viral Video)માં જોઈ શકાય છે કે મહિલા ગિરીશ મહાજનની સામે ભડકી ગઈ હતી. તે કહે છે કે." તમારું આ શું ચાલી રહ્યું છે? ગેટ આઉટ.. તમારી આ કૂચને કારણે સેંકડો લોકો ટ્રાફિકમાં ફસાઈ ગયા છે. જો તમારે વિરોધ કરવો હોય તો તે મેદાનમાં કરો, તમે ટ્રાફિક જૅમ કેમ કરી રહ્યા છો?" મહિલાએ ગુસ્સામાં આવા પ્રશ્નો મંત્રીને પૂછ્યા હતા. તેણે તો પોલીસને પણ સવાલો કર્યા હતા અને પૂછ્યું હતું કે આટલો મોટો ટ્રાફિક જૅમ થયો હોવા છતાં તમે માત્ર પ્રેક્ષકની જેમ કેમ વર્તી રહ્યા છો? આ સાથે જ ગુસ્સે ભરાયેલી મહિલાએ કૂચમાં સામેલ લોકોને બીજે જઈને આ વિરોધ નોંધવા કહ્યું હતું જેથી સામાન્ય લોકોને કોઈ તકલીફ ન પડે.
તમને જણાવી દઈએ કે આ રેલી (Mumbai Viral Video)નું આયોજન મહાયુતિ ગઠબંધન હેઠળ ભાજપના `જન આક્રોશ મહિલા સંમેલન`ના ભાગ રૂપે કરવામાં આવ્યું હતું. જે વર્લીના જંભોરી મેદાનથી શરૂ થયું હતું અને ડોમ ખાતે સમાપ્ત પૂરું થવાનું હતું, પરંતુ મોડું થઇ જવાથી બી.ડી.ડી. ચાલ પાસે જ આટોપી લેવામાં આવ્યું હતું. આ કૂચને કારણે સ્કૂલમાં ગયેલાં પોતાના બાળકોને લેવા જઈ રહેલી મહિલા સહિત અનેક સામાન્ય લોકોને કલાકો સુધી ટ્રાફિકમાં અટવાઈ જવું પડ્યું હતું. આ દરમિયાન પોલીસ કર્મચારીઓ સાથે પણ લોકોએ દલીલો કરી હતી.
શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે)એ પણ ભાજપ પર કટાક્ષ સાધ્યો હતો.
भाजपचे राजकारण महिलांच्या नावावर आणि त्यासाठी वेठीस सामान्य महिला... आज वरळी येथे भाजपाच्या मोर्चामुळे वाहतूक कोंडीमध्ये अडकलेल्या संतप्त स्थानिक महिलेने थेट भाजप नेत्यांना जाब विचारला! pic.twitter.com/ShEW8g9lpA
— ShivSena - शिवसेना Uddhav Balasaheb Thackeray (@ShivSenaUBT_) April 21, 2026
સંજય રાઉતે X પર લખ્યું, "મહિલાને સેલ્યુટ"
हे राम!
— Sanjay Raut (@rautsanjay61) April 22, 2026
नारी शक्ती ? वंदना!
मोदींजी ने ठीक कहा था:
“महिलाये माफ नही करेगी " pic.twitter.com/rvp5qGVgfX
કોંગ્રેસે ભાજપ પર સાધ્યું નિશાન
આ વાઇરલ વીડિયોએ સોશિયલ મીડિયામાં ભારે ચર્ચા જગાવી છે. અનેક યુઝર્સ તો હિંમતથી મંત્રી સામે વિરોધ નોંધાવનાર મહિલાની પ્રશંસા કરી છે જ્યારે કેટલાક લોકોએ ટ્રાફિક જૅમ કરીને સામાન્ય લોકોના રોજિંદા જીવનમાં ખલેલ પહોંચાડવા બદલ રાજકીય પક્ષોની પણ ટીકા કરી છે. સોશિયલ મીડિયા પર વીડિયો સામે આવ્યા બાદ મહારાષ્ટ્ર કોંગ્રેસ અધ્યક્ષ હર્ષવર્ધન સપકાળે ક્લિપ શેર કરીને આરોપ લગાવ્યો હતો કે મહિલા અનામત પર સત્તાધારી પક્ષના અભિયાનથી તેનો વાસ્તવિક ચહેરો ખુલ્લો પડી ગયો છે. તેમણે ભાજપ પર રાજકીય લાભ માટે મહિલાઓને ગેરમાર્ગે દોરવાનો આરોપ લગાવ્યો હતો.
કોંગ્રેસનાં સાંસદ અને પાર્ટીનાં મુંબઈનાં પ્રમુખ વર્ષા ગાયકવાડે પણ સામાન્ય જનતા માટે હાલાકી ઊભી કરવા બદલ ભાજપની ટીકા (Mumbai Viral Video) કરી હતી. તેઓએ લખ્યું કે- મુંબઈમાં એક સામાન્ય મહિલાએ ભાજપના મંત્રીઓ અને કાર્યકર્તાઓ સામે વિરોધ નોંધાવ્યો અને તેઓને ત્યાંથી ખસી જવા જણાવ્યું. ખરેખર આ મહિલા શક્તિનું સાચું ઉદાહરણ છે" તેમણે દાવો કર્યો હતો કે લોકો હવે ભાજપના ખોટા નિવેદનોથી સંતોષ માનશે નહીં. "જે લોકો જાહેર સમસ્યાઓનું સમાધાન કરી શકતા નથી, તેઓ માત્ર ટ્રાફિક જૅમ કરે છે" એવો આરોપ પણ ગાયકવાડે મૂક્યો હતો અને ઉમેર્યું હતું કે મહિલાની આ પ્રતિક્રિયા સમગ્ર મુંબઈના લોકોનો ગુસ્સો દર્શાવે છે.
