દેશનાં તમામ રાજ્યોને અમિત શાહનો આદેશ
અમિત શાહ
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે તમામ રાજ્યોના મુખ્ય પ્રધાનો સાથે વાત કરી હતી. તેમણે તમામને પોતપોતાનાં રાજ્યોમાં તમામ પાકિસ્તાની નાગરિકોની ઓળખ કરવા અને તાત્કાલિક તેમને પાકિસ્તાન પાછા મોકલવાનાં પગલાં ભરવા કહ્યું હતું.
ભારતે ગુરુવારે ૨૭ એપ્રિલથી પાકિસ્તાની નાગરિકોને જાહેર કરેલા તમામ વીઝા રદ કરવાની જાહેરાત કરી હતી અને પાકિસ્તાનમાં રહેતા ભારતીય નાગરિકોને જલદી પાછા ફરવાની સલાહ આપી હતી.

