ઑપરેશનમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલની સૌથી મહત્ત્વપૂર્ણ ભૂમિકા હતી. આ હુમલામાં લગભગ ૧૦૦ આતંકવાદીઓનાં મોત થયાં છે.
અજિત ડોભાલ
પહલગામના દોષી આતંકવાદીઓને સજા આપવા માટે ભારતીય સેના દ્વારા શરૂ કરાયેલા ઑપરેશન સિંદૂર અંગે ઘણા મહત્ત્વપૂર્ણ ખુલાસા થઈ રહ્યા છે. આ ઑપરેશનમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલની સૌથી મહત્ત્વપૂર્ણ ભૂમિકા હતી. આ હુમલામાં લગભગ ૧૦૦ આતંકવાદીઓનાં મોત થયાં છે.
બધી ગુપ્ત માહિતી અજિત ડોભાલ પાસે હતી. આ વાત અત્યંત ગુપ્ત રાખવામાં આવી હતી. આ કામગીરી સાથે સંકળાયેલા ઘણા મહત્ત્વપૂર્ણ લોકોને પણ જાણ નહોતી. ઑપરેશન સિંદૂર શરૂ કરવાની થોડી મિનિટો પહેલાં અજિત ડોભાલે લક્ષ્યો બદલી નાખ્યાં હતાં. સેનાએ ફક્ત અજિત ડોભાલ દ્વારા પૂરા પાડવામાં આવેલાં નવાં લક્ષ્યો પર જ હુમલો કર્યો હતો અને સેંકડો આતંકવાદીઓને માર્યા હતા.

