મૅન્યુઅલ ચેક-ઇનમાં ખૂબ વાર લાગી હોવાથી ૮૫ ટકા ફ્લાઇટ્સ મોડી પડી હતી.
પ્રતીકાત્મક તસવીર
ગઈ કાલે બપોરે દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પર બપોરે ત્રણ વાગ્યાથી ઍર ઇન્ડિયાનું સર્વર ડાઉન થતાં પ્રવાસીઓને ચેક-ઇનમાં મુશ્કેલી પડી હતી. ઍર ઇન્ડિયાએ ઍડ્વાઇઝરી જાહેર કરીને કહ્યું હતું કે ‘થર્ડ પાર્ટી નેટવર્કમાં સમસ્યાને કારણે ઑનલાઇન ચેક-ઇન સિસ્ટમ અસરગ્રસ્ત થઈ હોવાથી મૅન્યુઅલ ચેક-ઇન કરવામાં વાર લાગી રહી છે.’ મૅન્યુઅલ ચેક-ઇનમાં ખૂબ વાર લાગી હોવાથી ૮૫ ટકા ફ્લાઇટ્સ મોડી પડી હતી.
અઢી કલાક સુધી આ સમસ્યા રહ્યા પછી સિસ્ટમ પાછી શરૂ થઈ ગઈ હતી, પરંતુ ઍરપોર્ટ પર પ્રવાસીઓની ભીડ જમા થઈ જતાં પરિસ્થિતિને થાળે પડતાં વાર લાગી હતી. ઍર ઇન્ડિયાએ કહ્યું હતું કે મોડી પડેલી ફ્લાઇટ્સને કારણે અનેક ફ્લાઇટ્સ વિલંબિત થઈ છે. આજે જેમની ઍર ઇન્ડિયાની ફ્લાઇટ હોય તેઓ ઍરપોર્ટ પર આવતાં પહેલાં https://airindia.com/in/en/manage/flight-status.html લિન્ક પર ફ્લાઇટનું સ્ટેટસ ચેક કરી શકે છે.’


