કેરલાના સોશ્યલ ઍક્ટિવિસ્ટ આભા મુરલીધરનની આ અરજીમાં જણાવવામાં આવ્યું છે કે સુપ્રીમ કોર્ટમાં સીધી જ અરજી કરવાનું કારણ સંસદસભ્ય તરીકે કૉન્ગ્રેસના નેતા રાહુલ ગાંધીને ડિસક્વૉલિફાય કરવાની તાજેતરની ઘટના છે.

સુપ્રીમ કોર્ટ (તસવીર સૌજન્ય આઈ સ્ટૉક)
સંસદસભ્યોને દોષી ગણાવવામાં આવે અને બે વર્ષ કે એથી વધુ સમયગાળા માટેની સજા થતાં તેમને જનપ્રતિનિધિત્વ કાયદાની કલમ ૮ (૩) હેઠળ ઑટોમૅટિક ડિસક્વૉલિફાય કરવાના નિયમને પડકારતી અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાઈ છે. કેરલાના સોશ્યલ ઍક્ટિવિસ્ટ આભા મુરલીધરનની આ અરજીમાં જણાવવામાં આવ્યું છે કે સુપ્રીમ કોર્ટમાં સીધી જ અરજી કરવાનું કારણ સંસદસભ્ય તરીકે કૉન્ગ્રેસના નેતા રાહુલ ગાંધીને ડિસક્વૉલિફાય કરવાની તાજેતરની ઘટના છે.