ક્લાસના અન્ય સ્ટુડન્ટ્સે જણાવ્યું હતું કે ટીચરે તેને ક્લાસમાંથી જવા માટે એકદમ શાંતિથી કહ્યું હતું
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
આસામના શિવસાગર જિલ્લામાં યુનિફૉર્મ પહેર્યા વિના આવેલા સ્ટુડન્ટને ટીચરે ક્લાસમાં ઠપકો આપ્યો એથી ગુસ્સે ભરાયેલા ૧૧મા ધોરણમાં ભણતા સ્ટુડન્ટે ટીચર પર ક્લાસમાં જ ચાકુથી હુમલો કરી તેમની હત્યા કરી હતી. શનિવારે બનેલી આ ઘટનામાં પોલીસે સ્ટુડન્ટને અટકમાં લીધો છે.
આ ઘટના સંદર્ભમાં મળતી જાણકારી મુજબ ટીચર રાજેશ બાબુ બરુઆ એક પ્રાઇવેટ સ્કૂલમાં કેમિસ્ટ્રીના ટીચર હતા અને તેમના ક્લાસના એક સ્ટુડન્ટને ઓછા માર્ક આવતાં તેના પર ગુસ્સે થયા હતા અને તેનાં મમ્મી-પપ્પાને ક્લાસમાં બોલાવ્યાં હતાં. બીજા દિવસે શનિવારે આ સ્ટુડન્ટ ક્લાસમાં યુનિફૉર્મ પહેર્યા વિના આવતાં ફરી તેમણે ઠપકો આપ્યો હતો. આ સમયે સાંજે ૩.૧૫ વાગ્યે સ્ટુડન્ટે તેમના માથામાં ચાકુના ઘા માર્યા હતા. લોહીલુહાણ હાલતમાં ટીચરને દિબ્રુગઢની હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, પણ ડૉક્ટરોએ તેમને મૃત ઘોષિત કર્યા હતા.
ADVERTISEMENT
ક્લાસના અન્ય સ્ટુડન્ટ્સે જણાવ્યું હતું કે ટીચરે તેને ક્લાસમાંથી જવા માટે એકદમ શાંતિથી કહ્યું હતું. તેણે બહાર જવાનો ઇનકાર કરી દીધો હતો અને તેણે પોલીસે ક્લાસરૂમ અને બીજા સ્થળનાં ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજ મેળવીને તપાસ હાથ ધરી છે.

