Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > અભિજિત દીપકે સામે બળવો કરીને ભૂતપૂર્વ સાથીએ નવી પાર્ટી બનાવી

અભિજિત દીપકે સામે બળવો કરીને ભૂતપૂર્વ સાથીએ નવી પાર્ટી બનાવી

Published : 04 September, 2026 11:29 AM | IST | Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કૉક્રૉચ જનતા પાર્ટી હવે આમ આદમી પાર્ટીની B ટીમ બની ગઈ હોવાનો આરોપ લગાવ્યો

મનીષ બ્રહ્મભટ્ટ

મનીષ બ્રહ્મભટ્ટ


કૉક્રૉચ જનતા પાર્ટી (CJP)ના સ્થાપક અભિજિત દીપકે સામે ખુલ્લો બળવો થયો છે. પાર્ટીના ભૂતપૂર્વ વૉલન્ટિયર મનીષ બ્રહ્મભટ્ટે ગુરુવારે દિલ્હીમાં કૉક્રૉચ જનતા પાર્ટી-ડેમૉક્રૅટિક (CJP-D)નામના નવા સંગઠનની જાહેરાત કરી હતી. મનીષ બ્રહ્મભટ્ટે આરોપ લગાવ્યો છે કે જંતર મંતર આંદોલન સાથે જોડાયેલા જૂના કાર્યકર્તાઓને સાઇડલાઇન કરીને માત્ર આમ આદમી પાર્ટી (AAP)ના ઇશારે કામ કરતા લોકોને જ રાષ્ટ્રીય ટીમમાં મહત્ત્વ આપવામાં આવી રહ્યું હતું.

મનીષ બ્રહ્મભટ્ટે દાવો કર્યો હતો કે યુવાનોના પ્રશ્નોથી શરૂ થયેલું આ સંગઠન હવે માત્ર ભારતીય જનતા પાર્ટી (BJP)નો વિરોધ કરવા પૂરતું સીમિત રહી ગયું છે. CJPની નવી રચાયેલી ૮ સભ્યોની ટીમમાં મોટા ભાગના લોકોના AAP સાથે સીધા સંબંધો હોવાનો તેમણે દાવો કર્યો હતો. ઉલ્લેખનીય છે કે ઑગસ્ટમાં છત્રપતિ સંભાજીનગર ખાતે અભિજિત દીપકેના ઘરે મુખ્ય સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જૂના કાર્યકર્તાઓને આમંત્રણ ન અપાતાં મનીષ બ્રહ્મભટ્ટ અને રાહુલ પંડ્યાએ ઘરની બહાર ઉગ્ર વિરોધ-પ્રદર્શન કર્યું હતું


Whatsapp-channel Whatsapp-channel

04 September, 2026 11:29 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK