Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > રામજી કા સોહર: બબુઆ હમાર મહારાજ હોઈ હૈ, રાજાધિરાજ હોઈ હૈ..

રામજી કા સોહર: બબુઆ હમાર મહારાજ હોઈ હૈ, રાજાધિરાજ હોઈ હૈ..

Published : 27 May, 2026 09:57 AM | IST | Uttar Pradesh
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઉત્તર પ્રદેશના બસ્તીમાં ૨૫૦૦ મહિલાઓએ રામગીત ગાઈને બનાવ્યો વિશ્વવિક્રમ

આ કાર્યક્રમમાં મહિલાઓએ રામજી કા સોહર ‘બબુઆ હમાર મહારાજ હોઈ હૈ, રાજાધિરાજ હોઈ હૈ…’ એકસાથે લલકાર્યું હતું

આ કાર્યક્રમમાં મહિલાઓએ રામજી કા સોહર ‘બબુઆ હમાર મહારાજ હોઈ હૈ, રાજાધિરાજ હોઈ હૈ…’ એકસાથે લલકાર્યું હતું


ઉત્તર પ્રદેશના બસ્તીમાં સોમવારે એક ઐતિહાસિક કાર્યક્રમમાં ૨૫૦૦ મહિલાઓએ સામૂહિક સોહર ગાઈને વિશ્વવિક્રમ બનાવ્યો હતો. આ ઉપલબ્ધિ પંડિત અટલ બિહારી વાજપેયી પ્રેક્ષાગૃહના પરિસરમાં પહલ નામની સંસ્થા દ્વારા આયોજિત રામજી કા સોહર કાર્યક્રમ દરમ્યાન થઈ હતી. આ કાર્યક્રમમાં મહિલાઓએ રામજી કા સોહર ‘બબુઆ હમાર મહારાજ હોઈ હૈ, રાજાધિરાજ હોઈ હૈ…’ એકસાથે લલકાર્યું હતું. ભગવાન રામના જન્મને ધ્યાનમાં રાખીને ગવાતાં પારંપરિક લોકગીતોને રામજી કા સોહર કહેવાય છે.

લંડનથી આવેલા ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સના પ્ર‌તિનિધિઓએ સૌથી વધુ લોકોએ ગાયેલું રામનું ગીત ગણીને વિશ્વવિક્રમ નોંધ્યો હતો. પહલ સંસ્થાના પ્રતિનિધિ શ્રીદાસને એનું સર્ટિફિકેટ સોંપ્યું હતું. 


Whatsapp-channel Whatsapp-channel

27 May, 2026 09:57 AM IST | Uttar Pradesh | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK