Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > દાદા - ધ સૌરવ ગાંગુલી સ્ટોરી: યંગ સૌરવ ગાંગુલીની લવસ્ટોરીથી શરૂ થઈ ગયું કલકત્તામાં શૂટિંગ

દાદા - ધ સૌરવ ગાંગુલી સ્ટોરી: યંગ સૌરવ ગાંગુલીની લવસ્ટોરીથી શરૂ થઈ ગયું કલકત્તામાં શૂટિંગ

Published : 27 May, 2026 11:00 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આવનારા દિવસોમાં ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમ સહિત કલકત્તાના અનેક વિસ્તારોમાં ફિલ્મનું શૂટિંગ થ

આ શૂટિંગ જોવા માટે મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા

આ શૂટિંગ જોવા માટે મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા


ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કૅપ્ટન સૌરવ ગાંગુલીની બાયોપિક ‘દાદા - ધ સૌરવ ગાંગુલી સ્ટોરી’નું શૂટિંગ કલકાત્તામાં શરૂ થઈ ગયું છે. સોમવારે સવારે બેહાલા વિસ્તારમાં આવેલા સૌરવના જૂના ઘર અને આસપાસના વિસ્તારોમાં અનેક દૃશ્યો ફિલ્માવવામાં આવ્યાં હતાં. આ શૂટિંગ જોવા માટે મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા.



આ શેડ્યુલમાં સૌરવ અને તેની પત્ની ડોના ગાંગુલીની સ્કૂલના દિવસોની લવસ્ટોરી શૂટ કરવામાં આવી હતી. સફેદ સ્કૂલ યુનિફૉર્મમાં યુવાન સૌરવ અને નજીકની બાલ્કનીમાંથી તેને નિહાળતી ડોનાના પાત્રે શૂટિંગ જોઈ રહેલા લોકોને ઇમોશનલ કરી દીધા હતા. ૧૯૮૯માં જ્યારે સૌરવ અગિયારમા ધોરણમાં હતો અને ડોના નવમા ધોરણમાં હતી ત્યારે બન્ને વચ્ચે પ્રેમકથાની શરૂઆત થઈ હતી. ઍક્ટર શાશ્વત ચૅટરજી ટૂંક સમયમાં સૌરવના પિતા ચંડીદાસ ગાંગુલીની ભૂમિકામાં શૂટિંગ શરૂ કરશે. આ સિવાય આવનારા દિવસોમાં ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમ સહિત કલકત્તાના અનેક વિસ્તારોમાં ફિલ્મનું શૂટિંગ થશે.


૮ જુલાઈએ સૌરવ ગાંગુલીનો જન્મદિવસ છે. તેના બર્થ-ડેના ખાસ અવસર પર મેકર્સ તરફથી ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝ કરવામાં આવી શકે છે જેમાં રાજકુમાર રાવ સૌરવના પાત્રમાં જોવા મળશે


Whatsapp-channel Whatsapp-channel

27 May, 2026 11:00 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK