ભારતીય રેલવેએ ૨૦૨૫ની પહેલી ડિસેમ્બરથી ૨૦૨૬ની ૨૮ ફેબ્રુઆરી સુધી ૧૬ ટ્રેનો રદ કરવાની જાહેરાત કરી છે
પ્રતીકાત્મક તસવીર
ગાઢ ધુમ્મસને કારણે ઉત્તર ભારતમાં ટ્રેન-સર્વિસ ચલાવવામાં આવતી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને ભારતીય રેલવેએ ૨૦૨૫ની પહેલી ડિસેમ્બરથી ૨૦૨૬ની ૨૮ ફેબ્રુઆરી સુધી ૧૬ ટ્રેનો રદ કરવાની જાહેરાત કરી છે. શિયાળામાં સલામતી સુનિશ્ચિત કરવા અને નબળી વિઝિબિલિટીને કારણે થતા વિક્ષેપને ઘટાડવા માટે ઉત્તર અને પૂર્વ ભારતના મુખ્ય રૂટ જાલંધર-દિલ્હી, સહારનપુર-દિલ્હી, અમ્રિતસર-કલકત્તા, જમ્મુ-હૃષીકેશ અને દિબ્રૂગઢ-ચંડીગઢ અસ્થાયીરૂપે સ્થગિત રહેશે.


