Gujarati Mid-day

ઇ-પેપર

ગણેશ ચતુર્થી

ગણેશ ચતુર્થી


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ડીઝલ કાર થશે મોંઘી?  કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કરી આ મોટી જાહેરાત અને પછી

ડીઝલ કાર થશે મોંઘી?  કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કરી આ મોટી જાહેરાત અને પછી

12 September, 2023 01:43 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

63માં સોસાયટી ઑફ ઇન્ડિયન ઑટોમોબાઇલ મેન્યુફેક્ચર્સ (SIAM) કન્વેન્શનમાં સંબોધન કરતી વખતે આવા અર્થની જાહેરાત કરી હતી કે નાણામંત્રી નિર્મલા સિતારમણ સાથે મળીને ડિઝલ એન્જિન વાહનો પર જીસટી વધારવાની માંગ કરવાનો વિચાર ચાલી રહ્યો છે

નીતિન ગડકરી - ફાઇલ તસવીર

નીતિન ગડકરી - ફાઇલ તસવીર


ભારતમાં ડીઝલ એન્જિનના વાહનો ખરીદવાનું ટૂંક સમયમાં મોંઘુ થઈ શકે છે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ આ અંગે જાહેરાત કરી છે. 63માં સોસાયટી ઑફ ઇન્ડિયન ઑટોમોબાઇલ મેન્યુફેક્ચર્સ (SIAM) કન્વેન્શનમાં સંબોધન કરતી વખતે આવા અર્થની જાહેરાત કરી હતી કે નાણામંત્રી નિર્મલા સિતારમણ સાથે મળીને ડિઝલ એન્જિન વાહનો પર જીસટી વધારવાની માંગ કરવાનો વિચાર ચાલી રહ્યો છે.  જો કે આ પછી ચર્ચાનો દોર છેડાતા તેમણે આ વિધાન અંગે ટ્વિટર એટલે કે એક્સ પર ચોખવટ પણ કરી હતી.

કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ કહ્યું છે કે દેશમાં ડીઝલ એન્જિન વાહનો પર જીએસટી 10 ટકા વધારવો જોઈએ. આ માટે તેણે એક પત્ર તૈયાર કર્યો છે. જે તે કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણને આપે તેવી વકી છે.દિલ્હીમાં આયોજિત સિયામના એક કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી હાજર રહ્યા હતા. જ્યાં તેણે આ માહિતી આપી. કેન્દ્રીય મંત્રીએ કાર્યક્રમ દરમિયાન કહ્યું કે પ્રદૂષણ એક ગંભીર સમસ્યા છે. જેના કારણે આપણા સ્વાસ્થ્ય પર પણ વિપરીત અસર થઈ રહી છે. મેં છેલ્લા આઠ-દસ દિવસથી એક પત્ર તૈયાર કર્યો છે જે આજે સાંજે નાણામંત્રીને આપીશ. આ પત્રમાં લખ્યું છે કે ભવિષ્યમાં ડીઝલ પર ચાલતા તમામ એન્જિનો પર વધારાનો 10 ટકા જીએસટી લગાવવો જોઈએ, જેથી આ વાહનોનું ટ્રાન્સફરમેશન પણ ઝડપી થાય. ગડકરીએ કહ્યું કે તેઓ ઑટોમોબાઇલ કંપનીઓ ડીઝલ વાહનોના નિર્માણને ઘટાડવા માટે ડીઝલથી ચાલતા વાહનો પર જીએસટી વધારવાની વાત આગળ મૂકી રહ્યા છે.  કેન્દ્રીય મંત્રીએ વાહન ઉત્પાદકોને પેટ્રોલ અને ડીઝલને બદલે વૈકલ્પિક ઈંધણ સાથે દેશમાં વધુને વધુ ઈલેક્ટ્રીક અને અન્ય ટેકનોલોજીવાળા વાહનો લાવવા અનુરોધ કર્યો હતો. તેમણે કહ્યું કે કંપનીઓએ જાતે સમજીને જ આવા વાહનોનું પ્રોડક્શન ઘટાડવું જોઇએ જે પ્રદુષણમાં વધારો કરે છે કારણકે જો તેઓ સામેથી પહેલ નહીં કરે તો સરકારે પગલાં લેવા પડશે.  આ કરવું જરૂરી છે જેથી પ્રદુષણ ઘટાડી શકાય. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીના 10 ટકા વધારાના જીએસટીના નિવેદન બાદ સોશિયલ મીડિયા પર એક ટ્વીટ પણ કરાયું હતું. કેન્દ્રીય મંત્રી વતી, એવું કહેવામાં આવ્યું હતું કે તે સ્પષ્ટ કરવું જરૂરી છે કે આવી કોઈ દરખાસ્ત હાલમાં સરકાર દ્વારા સક્રિય વિચારણા હેઠળ નથી.


ગ્રીન ટેક્નોલોજીને વેગ આપવાના આશયથી કેન્દ્રિય મંત્રીએ આવું વિધાન કર્યું છે જેની ભારે ચર્ચા છે. જો કે ટ્વિટર એટલે કે હવે એક્સ તરીકે ઓળખાતા સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પર એવી ચોખવટ પણ કરવામાં આવી કે આવો કોઇ નિર્ણય હજી લેવાયો નથી.



પણ  શું આવું થઇ શકે છે? અને જો આમ થશે તો ઑટોમોબાઇલ્સનું ઉત્પાદન કરનારાઓને માટે વિટંબણા હશે કે તેઓ પણ આ પહેલને આવકારીને ગ્રીન ઑટોમોબાઇલના વિકલ્પોનું ઉત્પાદન કરવાની દિશામાં આગળ વધશે તે જોવાનું રહ્યું. 

12 September, 2023 01:43 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK