છ વર્ષથી થયેલા જીએસટીના કાયદાના અમલીકરણ પછી આપણે બધાએ જ જીએસટીની પ્રક્રિયાનું યોગ્ય રીતે પાલન કરવું પડશે, એ મુદ્દો તો આપણને સમજાઈ જ ગયો છે.
પ્રતીકાત્મક તસવીર
છ વર્ષથી થયેલા જીએસટીના કાયદાના અમલીકરણ પછી આપણે બધાએ જ જીએસટીની પ્રક્રિયાનું યોગ્ય રીતે પાલન કરવું પડશે, એ મુદ્દો તો આપણને સમજાઈ જ ગયો છે. તમારામાંના ઘણા વાચકો કૃષિ ઉત્પાદન સહિતના બીજા ઘણા માલ-સામાનની નિકાસ કરતા હશે અને વિવિધ દેશોમાંથી ઘણી વસ્તુઓની આયાત કરીને દેશમાં એનું વેચાણ કરતા હશે. આજનો આ લેખ આયાતકારો અને નિકાસકારો માટે આયાત અથવા નિકાસનાં ટ્રાન્ઝૅક્શન્સ વખતે બનાવવા પડતા ઈ-વે બિલને લગતા જીએસટીના નિયમોને સમજીને એનું અનુપાલન કરવા માટે ખૂબ ઉપયોગી નીવડશે.
‘ઇલેક્ટ્રૉનિક-વે બિલ’ની વિભાવના, જેને ટૂંકમાં ઈ-વે બિલ તરીકે પણ કહેવામાં આવે છે, એને જીએસટી હેઠળ પ્રથમ વખત રજૂ કરીને અમલમાં મૂકવામાં આવી હતી. ૫૦,૦૦૦ રૂપિયાથી વધુની કિંમતના માલ-સામાનની આંતર-રાજ્ય હેરફેર થતી હોય ત્યારે જીએસટી હેઠળઇ-વે બિલ બનાવવું પડે છે.
ADVERTISEMENT
આપણે જાણીએ જ છીએ કે આયાત અને નિકાસ એ દેશની અર્થવ્યવસ્થાનું મુખ્ય પાસું છે, કારણ કે એના દ્વારા વિદેશી વિનિમયની કમાણી નિશ્ચિત થાય છે. સરળ શબ્દોમાં આયાત એટલે ભારતની બહારના દેશમાંથી ભારતમાં માલ લાવવો અને નિકાસ એટલે ભારતની બહાર માલ મોકલવો. આયાત-નિકાસ એ દેશના અર્થતંત્રનું મહત્ત્વનું પાસું હોવાથી જીએસટી હેઠળ આયાત-નિકાસની ઇ-વે બિલ આવશ્યકતાને સમજવું મહત્ત્વપૂર્ણ છે.
જીએસટી હેઠળ આયાત-નિકાસ પર ઈ-વે બિલ કેવી રીતે લાગુ થાય છે એ સમજવા માટે, આયાતના વિવિધ તબક્કાઓ તેમ જ નિકાસના વિવિધ તબક્કાઓને સમજવા મહત્ત્વપૂર્ણ છે. તદાનુસાર, એની ઇ-વે બિલની આવશ્યકતાને ધ્યાનમાં રાખીને આયાતના વિવિધ તબક્કાઓ નીચે આપેલા કોષ્ટકમાં સમજાવવામાં આવ્યા છે.
જીએસટી હેઠળ આયાત અને નિકાસ માટે ઈ-વે બિલ કેવી રીતે બનાવવું?
આયાત અને નિકાસના કિસ્સામાં ઈ-વે બિલ બનાવવાની રીત અન્ય કોઈ કિસ્સામાં હોય એ સમાન જ છે. એમ છતાં, આયાત અને નિકાસ માટે ઇ-વે બિલ બનાવતી વખતે જે અમુક ફરક છે એને નીચે દર્શાવવામાં આવ્યો છે.

