Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > હિન્દુ હોવાનો ઢોંગ કરીને મિત્રતા કરનાર મુસ્લિમ યુવાનને કાર‌ણે ગુજરાતી યુવતીનાં લગ્ન તૂટી ગયાં

હિન્દુ હોવાનો ઢોંગ કરીને મિત્રતા કરનાર મુસ્લિમ યુવાનને કાર‌ણે ગુજરાતી યુવતીનાં લગ્ન તૂટી ગયાં

Published : 29 April, 2026 12:19 PM | Modified : 29 April, 2026 01:05 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ખોટી ઓળખથી ફ્રેન્ડશિપ કર્યા બાદ યુવતી સાથે પડાવેલા ફોટો તેના મંગેતરને મોકલી દીધા આરોપીએ

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)


ચેમ્બુરના પેસ્તમ સાગર રોડ પર રહેતી ૨૩ વર્ષની ગુજરાતી યુવતી સાથે હિન્દુ હોવાનો ઢોંગ કરીને મિત્રતા કરનાર એક મુસ્લિમ યુવાન સામે તિલકનગર પોલીસે ફરિયાદ નોંધી હતી. આરોપી યુવાને યુવતી સાથે સામાન્ય ફોટો પડાવ્યા બાદ એ ફોટો સુરતમાં રહેતા તેના મંગેતરને મોકલ્યા હતા, જેને કારણે ગેરસમજ ઊભી થઈ હતી અને યુવતીનાં લગ્ન તૂટી ગયાં હતાં. આ ઘટનાથી આઘાતમાં આવેલા પરિવારે અંતે પોલીસમાં ફરિયાદ નોંધાવવાનો નિર્ણય લીધો હતો. હાલમાં પોલીસે ખોટી ઓળખ આપનાર આરોપીને શોધવા માટે તપાસ તેજ બનાવી છે.

શું હતો ઘટનાક્રમ?



તિલકનગર પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘જાન્યુઆરી મહિનાની શરૂઆતમાં સ્નૅપચૅટ પર યુવતીની ઓળખ રોહિત નામે હિન્દુ હોવાનો દાવો કરનાર એક યુવાન સાથે થઈ હતી. થોડા સમય બાદ બન્નેએ એકબીજાના નંબર એક્સચેન્જ કર્યા હતા, પરંતુ યુવતીએ શરૂઆતમાં જ સ્પષ્ટતા કરી હતી કે તે માત્ર મિત્રતામાં જ રહેશે. ત્યાર બાદ વિક્રોલીની એક જાણીતી કંપની નજીક બન્ને જાહેર જગ્યાએ મળ્યાં હતાં, જ્યાં યુવકે પોતાના ફોનમાં કેટલાક ફોટો પાડ્યા હતા. થોડા સમય પછી યુવતીને અન્ય સોશ્યલ મીડિયા અકાઉન્ટ મારફત જાણવા મળ્યું કે આરોપી મુસ્લિમ છે, જેના પગલે તેણે ધીમે-ધીમે યુવક સાથે સંપર્ક તોડી નાખ્યો હતો. આ દરમ્યાન યુવતીનાં લગ્ન સુરત ખાતે એક યુવક સાથે નક્કી થયાં હતાં અને બન્ને પરિવારોની સંમતિથી યુવતી અને તેના મંગેતર વચ્ચે ફોન અને મેસેજ દ્વારા વાતચીત શરૂ થઈ હતી. જોકે ગયા અઠવાડિયાની શરૂઆતમાં અચાનક યુવતી અને આરોપીના ફોટો અજાણી વ્યક્તિ દ્વારા મંગેતરને મોકલવામાં આવ્યા હતા, જેને કારણે ગેરસમજ ઊભી થઈ હતી. મંગેતરે આ ફોટો યુવતીની માતાને મોકલતાં પરિવાર ચિંતિત બની ગયો હતો. યુવતીએ સ્પષ્ટતા કરી હતી કે ફોટોમાં દર્શાવેલો યુવક માત્ર તેનો મિત્ર છે અને તેમની વચ્ચે કોઈ અંગત સંબંધ નથી. આમ છતાં સુરતના યુવકે લગ્ન તોડી નાખ્યાં હતાં. અંતે ચિંતિત બનેલા પરિવારે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આ કેસમાં આરોપીની શોધ શરૂ કરવામાં આવી છે. વિવિધ નામે સોશ્યલ મીડિયા પર તેનાં અકાઉન્ટ હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે.’


Whatsapp-channel Whatsapp-channel

29 April, 2026 01:05 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK