Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > જળાશયો ૯૬ ટકા ભરાયાં હોવા છતાં મુંબઈમાં પાણીકાપ પાછો નહીં ખેંચાય

જળાશયો ૯૬ ટકા ભરાયાં હોવા છતાં મુંબઈમાં પાણીકાપ પાછો નહીં ખેંચાય

Published : 11 September, 2026 08:05 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

BMCની સ્ટૅન્ડિંગ કમિટીની બેઠકમાં બધા પક્ષના કૉર્પોરેટરોએ ૧૦ ટકા પાણીકાપને પાછો ખેંચી લેવાની માગણી કરી, પણ...જળાશયો ૯૬ ટકા ભરાયાં હોવા છતાં મુંબઈમાં પાણીકાપ પાછો નહીં ખેંચાય

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


વરસાદ સારોએવો પડી ગયો છે અને મુંબઈને પાણી પુરું પાડતાં જળાશયો ૯૬ ટકા ભરાઈ ગયાં છે ત્યારે બધા જ પક્ષોના નગરસેવકોએ ૧૦ ટકા પાણીકાપ હટાવી લેવાની રજૂઆત સ્ટૅન્ડિંગ કમિટીની બેઠકમાં કરી હતી. જોકે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ના ઍડ્મિનિસ્ટ્રેશને એ માટે સ્પષ્ટ ઇનકાર કર્યો હતો અને ચેતવણી આપી હતી કે ૯૬ ટકા પાણીનો સ્ટૉક હોવા છતાં સપ્ટેમ્બર સૂકો જવાનો હોવાથી પાણીનો જથ્થો ઓછો થઈ શકે છે. ઑક્ટોબરના ચાર-પાંચ દિવસ વરસાદથી પાણીનો જથ્થો ફરી ભરાઈ જશે એવી આશા રાખતા સુધરાઈના અધિકારીઓએ સ્પષ્ટતા કરી હતી કે પાણી ફુલ ભરાઈ જાય ત્યાં સુધી કાપ ચાલુ રહેશે.

શિવસેના (UBT)નાં શ્રદ્ધા જાધવે પ્રશ્ન કર્યો હતો કે પાણીકાપ આખરે ક્યારે પાછો ખેંચવામાં આવશે? ભારતીય જનતા પાર્ટી (BJP)ના કૉર્પોરેટર શિવકુમાર ઝાએ BMC પર ગણેશોત્સવ પહેલાં મુંબઈગરાઓને પાણીની કટોકટીમાં નાખવાનો આરોપ લગાવ્યો હતો. 



જોકે ઍડિશનલ મ્યુનિસિપલ કમિશનર વિપિન શર્માએ પાણીકાપ દૂર કરવાની માગણીના જવાબમાં જણાવ્યું હતું કે ‘મુંબઈનાં તળાવો હાલમાં ૯૬ ટકા ભરાઈ ગયાં છે, પરંતુ અપેક્ષા કરતાં ઓછો વરસાદ પડ્યો છે અને સપ્ટેમ્બરમાં નબળો વરસાદ રિઝર્વ સ્ટૉક પર પ્રેશર લાવી શકે છે. ઉપલબ્ધ પાણીના સ્ટૉકનું જતન કરવાની અને વિવેકપૂર્ણ ઉપયોગ કરવાની જરૂર છે. BMC ૬૫૦૦ કિલોમીટરના નેટવર્કમાં ૫૫૦૦ કિલોમીટર લાંબી પાણીની પાઇપલાઇનોનું મૅપિંગ કરી રહી છે જેથી રિપ્લેસમેન્ટની જરૂર હોય એવા ભાગોને ઓળખી શકાય. અમે કૂવાઓ, ઝરણાં અને અન્ય કુદરતી પાણીના સ્રોતોને ચકાસવાની રીતોનો પણ અભ્યાસ કરી રહ્યા છીએ.’


Whatsapp-channel Whatsapp-channel

11 September, 2026 08:05 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK