બુધવારે આ જાહેરાત કરવામાં આવી હતી
પ્રતીકાત્મક તસવીર
વેસ્ટર્ન રેલવેએ ૧૧મી વસઈ-વિરાર મૅરથૉનના સહભાગીઓની સુવિધા માટે ૧૦ ડિસેમ્બરે ચર્ચગેટ અને વિરાર સ્ટેશન વચ્ચેનાં તમામ સ્ટેશનો પર હૉલ્ટ લેતી બે વધારાની લોકલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લીધો છે. આ બે વધારાની ટ્રેનમાંથી એક સ્પેશ્યલ ટ્રેન ચર્ચગેટથી મધરાત બાદ બે વાગ્યે રવાના થશે અને વિરાર સ્ટેશને ૩.૩૫ વાગ્યે પહોંચશે. બીજી સ્પેશ્યલ ટ્રેન ચર્ચગેટથી મધરાત બાદ ૨.૪૫ વાગ્યે રવાના થશે અને ૪.૨૦ વાગ્યે વિરાર સ્ટેશને પહોંચશે.


