Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > કાંદિવલીના જ્વેલરી યુનિટમાંથી ૧.૨૫ કરોડનું સોનું ચોરનારા બે સિક્યૉરિટી ગાર્ડ કાશ્મીરથી ઝડપાયા

કાંદિવલીના જ્વેલરી યુનિટમાંથી ૧.૨૫ કરોડનું સોનું ચોરનારા બે સિક્યૉરિટી ગાર્ડ કાશ્મીરથી ઝડપાયા

Published : 29 May, 2026 08:31 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બાકીના દાગીના ફરાર આરોપી પાસે હોવાનું પૂછપરછમાં સામે આવ્યું છે. કોર્ટે આરોપીઓને પોલીસ-કસ્ટડીમાં મોકલી વધુ તપાસ હાથ ધરી છે.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


કાંદિવલી-વેસ્ટના ચારકોપ ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં આવેલી સોનાના દાગીના બનાવતી એક ફૅક્ટરીમાંથી ૧.૨૫ કરોડ રૂપિયાના સોનાના દાગીનાની ચોરી કરનાર બે સિક્યૉરિટી ગાર્ડની ચારકોપ પોલીસે કાશ્મીરથી ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીઓની ઓળખ સફીર ચૌધરી અને બિટ્ટુ ઉર્ફે વકાર અહમદ તરીકે થઈ છે, જ્યારે તેમનો ત્રીજો સાથીદાર ફરાર છે.

પોલીસ-ફરિયાદ અનુસાર શ્રીજી મૅન્યુફૅક્ચરર્સના માલિક અશોક અમૃતલાલ વિયાએ ૧૪ મેએ ફૅક્ટરીના લૉકરમાં ૮૬૪.૨૮ ગ્રામ વજનની બાવીસ કૅરૅટ સોનાની બંગડીઓ રાખી હતી. ઘટનાના દિવસે એક મૅનેજર લૉકરની ચાવીઓ ફૅક્ટરી પરિસરમાં જ મૂકીને નીકળી ગયો હતો અને બીજો મૅનેજર આવવામાં મોડો પડ્યો હતો. આરોપીઓએ આ તકનો લાભ ઉઠાવીને CCTV કૅમેરા બંધ કરવા માટે લાઇટો બંધ કરી દીધી અને લૉકર ખોલીને કરોડો રૂપિયાનું સોનું ચોરીને ભાગી ગયા હતા. ચોરી બાદ આરોપી સફીરે માલિકને વૉટ્સઍપ પર વૉઇસ-મેસેજ મોકલ્યો હતો કે પગાર ન મળવાને કારણે તે નોકરી છોડી રહ્યો છે. ત્યાર બાદ તેનો ફોન સ્વિચ્ડ-ઑફ થઈ ગયો હતો.



જંગલ વિસ્તારમાં મોટા પથ્થરની નીચે ખાડો ખોદીને સોનું દાટ્યું હતું


ટેક્નિકલ ઍનૅલિસિસ અને કૉલ-ડીટેલ્સના આધારે મુંબઈ પોલીસે કાશ્મીરની પૂંછ પોલીસની મદદથી સ્થાનિક વિસ્તારમાં સર્ચ-ઑપરેશન હાથ ધરીને બન્નેને ઝડપી લીધા હતા. પૂંછના એક જંગલ વિસ્તારમાં મોટા પથ્થરની નીચે ખાડો ખોદીને આરોપીઓએ ચોરેલું સોનું દાટી દીધું હતું. પોલીસે એ જગ્યાએ ખોદકામ કરીને ૪૩૩ ગ્રામ વજનની ૪૯ સોનાની બંગડીઓ (આશરે ૫૦ ટકા માલ) રિકવર કરી છે. બાકીના દાગીના ફરાર આરોપી પાસે હોવાનું પૂછપરછમાં સામે આવ્યું છે. કોર્ટે આરોપીઓને પોલીસ-કસ્ટડીમાં મોકલી વધુ તપાસ હાથ ધરી છે.


Whatsapp-channel Whatsapp-channel

29 May, 2026 08:31 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK