જો વિદ્યાર્થીઓને ડિફેન્સનું નૉલેજ હશે તો તેમનામાં દેશ પ્રત્યેની ફરજ વધુ સારી રીતે પ્રસ્થાપિત થશે
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
કારગિલ યુદ્ધમાં ભાગ લેનાર અને હાલ નિવૃત્ત બ્રિગેડિયર સુધીર સાવંતે થાણેમાં ગઈ કાલે કહ્યું હતું કે ‘હાલ દેશમાં જે પરિસ્થિતિ છે એ જોતાં વિદ્યાર્થીઓના પોર્શનમાં જ ડિફેન્સને વણી લો અને તેમને ડિફેન્સના પાઠ ભણાવો જેથી તેમનામાં દેશદાઝની ભાવના જાગશે. યુવાનોને ડિફેન્સમાં જોડવા જોઈએ. જો વિદ્યાર્થીઓને ડિફેન્સનું નૉલેજ હશે તો તેમનામાં દેશ પ્રત્યેની ફરજ વધુ સારી રીતે પ્રસ્થાપિત થશે.’ બ્રિગેડિયર સુધીર સાવંત હાલ ફોરમ ઑફ સ્ટ્રૅટેજિકસ્ટડીઝના ચૅરમૅન છે.


