શ્યામસુંદર શિંદે મુંબઈમાં લોઢા બાલોસિમો કો-ઓપ હાઉસિંગ સોસાયટીમાં રહે છે. તેમના ડ્રાઈવર ચક્રધર પંડિત મોરે મિત્ર અભિજિત કદમે સાથે મળીને ચોરીને અંજામ આપ્યો હતો

પ્રતીકાત્મક તસવીર
મહારાષ્ટ્ર (Maharashtra)ના નાંદેડના ધારાસભ્ય શ્યામસુંદર શિંદે (MLA Shyamsundar Shinde)ના ઘરેથી 25 લાખ રૂપિયાની ચોરી થઈ છે. એક મરાઠી સમાચાર ચેનલે સૂત્રોને ટાંકીને અહેવાલ આપ્યો છે કે ધારાસભ્ય શિંદેના ડ્રાઈવર પોતાના મિત્રની મદદથી આ ચોરી કરી હતી. મુંબઈમાં શ્યામસુંદર શિંદેના ઘરમાં ચોરીની ઘટના બની હતી. એટલું જ નહીં, આરોપીઓએ તેમની પાસેથી 30 લાખ રૂપિયાની ખંડણી પણ માગી છે. આ મામલે એન.એમ. જોષી માર્ગ પોલીસ સ્ટેશન (Mumbai Police)માં ગુનો નોંધી પોલીસે તપાસ શરૂ કરી છે.
શ્યામસુંદર શિંદે મુંબઈમાં લોઢા બાલોસિમો કો-ઓપ હાઉસિંગ સોસાયટીમાં રહે છે. તેમના ડ્રાઈવર ચક્રધર પંડિત મોરે મિત્ર અભિજિત કદમે સાથે મળીને ચોરીને અંજામ આપ્યો હતો. 1 એપ્રિલથી 28 એપ્રિલની વચ્ચે બંનેએ ચોરીને અંજામ આપ્યો હતો. ધારાસભ્ય શિંદેના ઘરમાંથી 25 લાખ રૂપિયાની ચોરી થઈ છે. એટલું જ નહીં તેણે શ્યામસુંદર શિંદેને ફોન કરીને 30 લાખ રૂપિયાની માગણી કરી હતી. આરોપીએ ધારાસભ્ય શિંદેને ધમકી આપી હતી કે જો 1 જૂન સુધીમાં પૈસા નહીં મળે તો તે રાયગઢ જઈને પોતાને નુકસાન પહોંચાડશે અને સોશિયલ મીડિયા પર તને બદનામ કરશે.
ડ્રાઈવર અને મિત્ર વિરુદ્ધ પોલીસ ફરિયાદ
આ પછી શ્યામસુંદર શિંદેના અંગત સહાયકે ડ્રાઈવર ચક્રધર પંડિત મોરે અને તેના મિત્ર અભિજિત કદમ વિરુદ્ધ એનએમ જોશી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસ આરોપી ડ્રાઈવર અને તેના મિત્રને શોધી રહી છે. દરમિયાન ચોરીની આ ઘટનાથી પંથકમાં ખળભળાટ મચી ગયો છે.
આ પણ વાંચો: પુરાવા વગર પોલીસ ચોરીનો માલ ખરીદવાને નામે જ્વેલરોની પૂછપરછ કરી શકે?
કોણ છે શ્યામસુંદર શિંદે?
શ્યામસુંદર શિંદે નાંદેડના લોહા-કંધાર મતવિસ્તારના ધારાસભ્ય છે. 2019ની ચૂંટણીમાં લોહા મતવિસ્તારમાંથી શેકાપ દ્વારા ચૂંટાયેલા, શિંદે વિધાનસભામાં આ પક્ષના એકમાત્ર ધારાસભ્ય છે. તેઓ શરૂઆતમાં ભાજપના તત્કાલીન મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસને મળ્યા અને તેમને ટેકો આપ્યો. બાદમાં જ્યારે મહા વિકાસ આઘાડીની સરકાર બની રહી હતી ત્યારે તેમણે એનસીપી દ્વારા મહા વિકાસ આઘાડીમાં પ્રવેશ કર્યો હતો. અઢી વર્ષ મહાવિકાસ અઘાડી સાથે રહ્યા બાદ તેઓ આઘાડી છોડીને ભાજપમાં જોડાયા હતા.