પંજાબ અને ચંડીગઢમાં ખેડૂતોના વિરોધ-પ્રદર્શનને પગલે ગર્ડરના પાર્ટનું ડિલિવરી-શેડ્યુલ ખોરવાયું
અંબાલામાં પૂર અને ભારે વરસાદને કારણે પહેલા ગર્ડરના પાર્ટનું ફૅબ્રિકેશન અટકી ગયું હતું. નિમેશ દવે
ગોખલે બ્રિજના નિર્માણમાં એક પછી એક પડકારો આવી રહ્યા છે ત્યારે આ બ્રિજ કમ્પ્લીટ ક્યારે થશે એ પ્રશ્ન યથાવત્ છે. ગોખલે બ્રિજ માટે હવે ખેડૂતોનું આંદોલન અવરોધરૂપ બન્યું છે. પંજાબ અને ચંડીગઢમાં થઈ રહેલા પ્રોટેસ્ટને કારણે બીજા ગર્ડરનું શિપમેન્ટ અટકી ગયું છે. બીએમસીની ટાઇમલાઇન અનુસાર ફેબ્રુઆરીના અંત સુધીમાં બીજા ગર્ડરના પાર્ટ આવી જવાની અપેક્ષા હતી, પણ હવે પ્રોજેક્ટ પૂરો થવાની તારીખ આગળ ઠેલાઈ શકે છે. જોકે બીએમસીના ચીફ આઇ. એસ. ચહલે કહ્યું હતું કે પ્રોજેક્ટ કોઈ વિલંબ વિના સમયસર પૂરો થશે.