વિદેશ મંત્રાલય અને એમ્બેસીમાં વિનંતી કર્યા બાદ પણ પુત્રનો પાર્થિવ દેહ ક્યાં છે એની ખબર પડી રહી ન હોવાથી સુરતના હેમિલ માંગુકિયાના પરિવારે તેને શ્રદ્ધાંજલિ આપી
હેમિલ માંગુકિયા
વિદેશ મંત્રાલય અને એમ્બેસીમાં પૂછપરછ અને પત્ર લખ્યા બાદ પણ સુરતના હેમિલ માંગુકિયાના મૃતદેહનો પત્તો નથી લાગી રહ્યો. પુત્રના મૃત્યુના સમાચાર વાયુવેગે બધે પ્રસરી જતાં સગાંસંબંધીઓ અને મિત્રવર્તુળ દ્વારા શોક વ્યક્ત કરવામાં આવી રહ્યો છે અને બે દિવસથી અસંખ્ય લોકો ઘરે પહોંચી રહ્યા છે ત્યારે અંતિમક્રિયા કર્યા વિના હેમિલ માંગુકિયાની ગઈ કાલે સુરતના વરાછા વિસ્તારમાં પ્રાર્થનાસભા રાખવામાં આવી હતી.