રશિયામાં કામ અપાવવાના નામે ભારતીયોને યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાં મોકલવામાં આવે છે એવો ઘટસ્ફોટ થયાના ગણતરીના દિવસોમાં જ આવ્યા મોકાણના સમાચાર. સુરતના ગુજરાતી હેમિલ માંગુકિયાનું થયું ડ્રોન હુમલામાં મૃત્યુ.
હેમિલ માંગુકિયા
બે વર્ષથી રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે ત્યારે યુક્રેનમાં જૉબ મેળવવા ગયા વર્ષે ડિસેમ્બર મહિનામાં ગયેલા સુરતના ૨૩ વર્ષના હેમિલ માંગુકિયાનું મિસાઇલ હુમલામાં મૃત્યુ થયું છે. હેમિલ દુબઈ અને મુંબઈના એજન્ટ મારફત નોકરી કરવા ગયો હતો, પણ તેને યુદ્ધગ્રસ્ત વિસ્તારમાં મોકલવામાં આવ્યો હતો એટલે તેનું મૃત્યુ થયું હોવાનું તેના પરિવારજનોનું કહેવું છે. હેમિલનો જીવ રશિયા-યુક્રેનની બૉર્ડર પર આવેલા ડોનેસ્ક વિસ્તારમાં ડ્રોન હુમલો થયો હતો એમાં ગયો હોવાનું જાણવા મળ્યું હતું.