૨૦૨૨ની ૬ એપ્રિલે આરોપી અનવર બાબુ શેખ તેની પાડોશમાં રહેતી અને ઘરની બહાર રમી રહેલી ૬ વર્ષની બાળકીને કોઈ લાલચ આપી પોતાના ઘરમાં લઈ ગયો હતો અને તેના પર બળાત્કાર ગુજાર્યો હતો
પ્રતીકાત્મક તસવીર
થાણે ડિસ્ટ્રિક્ટ કોર્ટના જજ ડી. એસ. દેશમુખે શુક્રવારે ૬ વર્ષની બાળકી પર બળાત્કાર કરવાના આરોપસર ૨૦ વર્ષના આરોપીને ૨૦ વર્ષની સખત કેદની સજા ફટકારી હતી. સ્પેશ્યલ પબ્લિક પ્રોસિક્યુટર સંધ્યા મ્હાત્રેએ આ સંદર્ભે કોર્ટમાં રજૂઆત કરતાં કહ્યું હતું કે ‘૨૦૨૨ની ૬ એપ્રિલે આરોપી અનવર બાબુ શેખ તેની પાડોશમાં રહેતી અને ઘરની બહાર રમી રહેલી ૬ વર્ષની બાળકીને કોઈ લાલચ આપી પોતાના ઘરમાં લઈ ગયો હતો અને તેના પર બળાત્કાર ગુજાર્યો હતો.’
કોર્ટે આ સંદર્ભે રજૂ કરાયેલા મેડિકલ રિપોર્ટ, બાળકી અને અન્ય સાક્ષીઓ, પાડોશીઓનાં નિવેદનના આધારે આરોપી અનવર બાબુ શેખની સામે નોંધાયેલા ઇન્ડિયન પીનલ કોડની કલમ અને પ્રોટેક્શન ઑફ ચિલ્ડ્રન ફ્રૉમ સેક્સ્યુઅલ ઑફેન્સિસ (POCSO) અૅક્ટ હેઠળ ૨૦ વર્ષની સખત કેદની સજા સંભળાવી હતી અને સાથે જ તેને ૧૦,૦૦૦ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો હતો.
ADVERTISEMENT
કોરોના અપડેટ
• મુંબઈમાં ગઈ કાલે નવા ૨૪ કેસ નોંધાયા
• મહારાષ્ટ્રમાં ગઈ કાલે નવા ૫૩ કેસ નોંધાયા
• મહારાષ્ટ્રમાં ગઈ કાલે ઍક્ટિવ કેસ હતા ૫૭૮


