વિડિયોના આધારે પોલીસે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી
પ્રતીકાત્મક તસવીર
થાણેના ઘોડબંદર રોડ પર આવેલી એક હોટેલની રૂમમાં તૈયાર કરવામાં આવેલી એક બ્લુફિલ્મ વાઇરલ થતાં સોમવારે સાંજે કાશીગાવ પોલીસે IT ઍક્ટ અનુસાર હોટેલ મૅનેજમેન્ટ સહિત અન્યો સામે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે. એક ઍક્ટિવિસ્ટ દ્વારા નોંધાયેલી ફરિયાદમાં દાવો કરવામાં આવ્યો હતો કે હોટેલની એક રૂમમાં બ્લુફિલ્મ તૈયાર કરવામાં આવી હતી જે સોશ્યલ મીડિયા પર લાખોની સંખ્યામાં વાઇરલ થઈ હતી. આ મામલે પોલીસે હોટેલ મૅનેજમેન્ટ સહિત વિડિયોમાં દેખાતા બે પુરુષ અને એક મહિલાની ઓળખ કરવાની કોશિશ કરી રહી છે. એ ઉપરાંત આ વિડિયો ક્યારે શૂટ કરવામાં આવ્યો એની માહિતી કઢાવવામાં આવી રહી છે.


