હાલમાં તો બિલ્ડિંગને ખાલી કરીને કાટમાળ હટાવવાનું કામ ચાલુ કરવામાં આવ્યું છે. રહેવાસીઓની સુરક્ષાને ધ્યાનમાં લઈને આગળની કાર્યવાહી કરવામાં આવશે
પ્રતીકાત્મક તસવીર
થાણેના ઉઠળસર નાકા પાસે આવેલી આનંદધામ કો-ઑપરેટિવ હાઉસિંગ સોસાયટીના સાત માળના બિલ્ડિંગ પર આવેલી ટેરેસનો અમુક ભાગ તૂટી પડ્યો હતો. મંગળવારે પરોઢિયે સાડાપાંચ વાગ્યે બનેલી આ ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી. થાણેના ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ સેલના અધ્યક્ષ યાસિન તડવીએ જણાવ્યું હતું કે ‘આ બિલ્ડિંગ રેસિડેન્શિયલ-કમ-કમર્શિયલ છે. એમાં ૨૮ ફ્લૅટ, બે ઑફિસ અને છ દુકાનો છે. ૨૫ વર્ષ જૂનું આ બિલ્ડિંગ જોખમી છે જેમાં તાત્કાલિક સમારકામની જરૂર છે, નહીંતર બિલ્ડિંગ ખાલી કરાવવાની ફરજ પડી શકે છે. હજી પણ ટેરેસનો અમુક ભાગ જોખમી રીતે લટકે છે. હાલમાં તો બિલ્ડિંગને ખાલી કરીને કાટમાળ હટાવવાનું કામ ચાલુ કરવામાં આવ્યું છે. રહેવાસીઓની સુરક્ષાને ધ્યાનમાં લઈને આગળની કાર્યવાહી કરવામાં આવશે.’


