Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > જેન્સન હૂવાંગે આખરે રાજીનામું આપવું પડ્યું

જેન્સન હૂવાંગે આખરે રાજીનામું આપવું પડ્યું

Published : 13 November, 2026 02:46 PM | IST | United States Of America
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

એન્વિડિયાના બૉસના બીજા અફેરની વાત પણ બહાર આવી, કંપનીની જ કર્મચારી કિમ્બર્લી પૉવેલ સાથે હતો સંબંધ

જેન્સન હૂવાંગ

જેન્સન હૂવાંગ


દુનિયાની અગ્રણી આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI) અને ચિપ નિર્માતા કંપની એન્વિડિયાના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર (CEO) જેન્સન હૂવાંગનું બીજું અફેર પણ હોવાનું બહાર આવ્યું છે. અમેરિકાના એક ન્યુઝપેપરના જણાવ્યા મુજબ જેન્સન હૂવાંગનું કંપનીની એક મહિલા એક્ઝિક્યુટિવ કિમ્બર્લી પૉવેલ સાથે અફેર હતું. તે સીધી જ જેન્સન હૂવાંગને રિપોર્ટ કરતી હતી. જેન્સન અગાઉ ચીની મહિલા અૅલિસ હૂવાંગ સાથેના અફેરની કબૂલાત કરી ચૂક્યા છે. અૅલિસ ચીનની જાસૂસ હોવાની આશંકા છે.

આ વિવાદની અસર કંપનીના શૅર પર પણ પડી છે. કંપનીના માર્કેટ-વૅલ્યુએશનમાં પાંચ ટકાનો એટલે કે આશરે ૨૭ લાખ કરોડ રૂપિયાથી વધુનો ઘટાડો થયો છે. 



આ ઘટનાક્રમને પગલે જેન્સન હૂવાંગે ગઈ કાલે રાજીનામું આપ્યું હતું અને કંપનીએ તેમનું રાજીનામું તાત્કાલિક સ્વીકારી લીધું હતું અને જેન્સનના સ્થાને કંપનીમાં હાલમાં ચીફ ફાઇનૅન્શિયલ ઑફિસર (CFO)ના પદે કાર્યરત કૉલેટ ક્રેસની ૧૨ નવેમ્બરથી વચગાળાનાં CEO તરીકે નિમણૂક કરી હતી. કૉલેટ ક્રેસ ૨૦૧૩ના સપ્ટેમ્બર મહિનાથી કંપનીમાં એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડન્ટ અને CFO તરીકે નાણાકીય બાબતોનું સંચાલન કરી રહી છે અને રોકાણકારો તેને ભરોસાપાત્ર માને છે.


ટ્રમ્પને જેન્સનના અફેરની ૬ મહિનાથી ખબર હતી
એક અહેવાલ મુજબ અમેરિકાના વિદેશપ્રધાન માર્કો રુબિયોએ આ વર્ષે મે મહિનામાં ચીનના પ્રવાસ પહેલાં રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પને જેન્સન હૂવાંગના અફેર વિશે માહિતી આપી હતી. ટ્રમ્પને એક ગુપ્તચર મેમોમાં જાણ કરવામાં આવી હતી કે હૂવાંગનો એક મહિલા સાથે સંબંધ છે જેને અમેરિકન અધિકારીઓ ચીની જાસૂસ માને છે. તેમ છતાં ટ્રમ્પ હૂવાંગને બીજિંગ લઈ ગયા હતા. 

કિમ્બર્લી ડિરેક્ટર તરીકે જોડાઈ
કિમ્બર્લી પૉવેલ ૨૦૦૮માં એન્વિડિયામાં ડિરેક્ટર તરીકે જોડાઈ હતી અને ત્યારથી તે કંપનીમાં સતત પ્રમોશન મેળવી રહી છે, હવે તે હેલ્થકૅર બિઝનેસનાં વાઇસ પ્રેસિડન્ટ તરીકે કામ કરી રહી છે. કંપનીની પ્રોફાઇલ મુજબ તેની શરૂઆતની ભૂમિકા મેડિકલ ઇમેજિંગમાં એન્વિડિયાની AI ચિપ્સના ઉપયોગને પ્રોત્સાહન આપવાની હતી.
એન્વિડિયામાં જોડાતાં પહેલાં કિમ્બર્લી એક એન્જિનિયર તરીકે કામ કરતી હતી. ત્યાર બાદ તેણે એક ઇલેક્ટ્રૉનિક્સ સ્ટાર્ટઅપમાં પ્રોડક્ટ ડેવલપમેન્ટ શરૂ કર્યું હતું. આ સમય દરમ્યાન તેણે એન્વિડિયાનો સંપર્ક કર્યો અને કંપનીની કમ્પ્યુટિંગ ચિપ્સના ઉપયોગ અંગે ચર્ચા કરી હતી.
એક પૉડકાસ્ટમાં કિમ્બર્લીએ સમજાવ્યું હતું કે જ્યારે એન્વિડિયાએ હેલ્થકૅરમાં તેની ટેક્નૉલૉજીનો ઉપયોગ કરવાની સંભાવનાને ઓળખી ત્યારે તેને નોકરી ઑફર કરી હતી. તેણે આ તકને સ્વપ્ન સાકાર થવા તરીકે વર્ણવી હતી.


Whatsapp-channel Whatsapp-channel

13 November, 2026 02:46 PM IST | United States Of America | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK