Thane Fire: આ આગ એટલી વિકરાળ હતી કે મીટર બોક્સ કેબિનમાં આગની જ્વાળાઓ પ્રસરી ગઈ હતી. જેમાં વીજપ્રવાહ કરતા કુલ ૨૯ મીટર બળીને ખાક થઇ ગયા હતા
પ્રતીકાત્મક તસવીર
થાણેમાંથી હ્રદયને કંપાવી નાખે તેવા સમાચાર મળી રહ્યા છે. અહીં એક રહેણાંક બિલ્ડીંગમાં આગ લાગી (Thane Fire) હતી. આ આગ એટલી વિકરાળ હતી કે મીટર બોક્સ કેબિનમાં આગની જ્વાળાઓ પ્રસરી ગઈ હતી. જેમાં વીજપ્રવાહ કરતા કુલ ૨૯ મીટર બળીને ખાક થઇ ગયા હતા. જોકે, આ સમગ્ર ઘટનામાં કોઈ જાનહાની થઇ હોવાના અહેવાલ મળ્યા નથી તે રાહતના સમાચાર છે.
આગ કાબૂમાં લેવાઈ ગઈ છે
ADVERTISEMENT
થાણે ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલના વડા યાસીન તડવીએ આ આગની ઘટના વિષે વાત કરતા જણાવ્યું હતું કે સાઈનાથ નગરમાં આનંદ ટૉકીઝની પાછળ આવેલી ચાર માળની વિકાસ કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટીના ગ્રાઉન્ડ ફ્લોર પર સવારે ૪.૧૦ વાગ્યે આગ ફાટી નીકળી હતી. માહિતી મળતાં જ સ્થાનિક પોલીસ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ સ્ટાફ, ફાયર બ્રિગેડના કર્મચારીઓ તેમ જ મહારાષ્ટ્ર સ્ટેટ ઇલેક્ટ્રિસિટી ડિસ્ટ્રિબ્યુશન કંપની (મહાવિતરણ)ના અધિકારીઓ ઘટનાસ્થળે આવ્યા હતા અને આગને કાબૂમાં લેવાના પ્રયાસમાં જોતરાયા હતા.
૨૯ ઇલેક્ટ્રિક મીટર સ્વાહા થયા આગમાં - કોઈને ઈજા પણ થઇ નથી.
રિપોર્ટ અનુસાર થાણેસ્થિત આ બિલ્ડીંગમાં આગ લાગવાથી (Thane Fire) કુલ ૨૯ ઇલેક્ટ્રિક મીટર બળીને ખાક થઇ ગયા હતાં. સવારે પાંચ વાગ્યા સુધીમાં આગ પર કાબૂ મેળવી લેવામાં સફળતા મળી ગઈ હતી. જોકે આ આગ કયાં કારણોસર લાગી હતી એ બાબતે તપાસ કરવામાં આવી રહી છે.
હજી તો ગઈકાલે જ ગોરેગાવમાં એક બિલ્ડીંગ આગ (Thane Fire)ની લપેટમાં સપડાઈ હતી. ગોરેગાંવમાં શાલીમાર બિલ્ડિંગ, સિદ્ધિ ગણેશ સોસાયટી, એસવી રોડ, રોડ નંબર ૪, ગોરેગાંવ (પશ્ચિમ) ખાતે G+5 રહેણાંક મકાનના કોમન મીટર બોક્સમાં લાગી ફાટી નીકળી હતી. તાબડતોબ બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓની સાથે મુંબઈ ફાયર બ્રિગેડ, સ્થાનિક પોલીસ, બીએમસી વોર્ડ સ્ટાફ, જાહેર બાંધકામ વિભાગ, એમ્બ્યુલન્સ સેવાઓ અને અદાણી ઇલેક્ટ્રિસિટી વગેરે પહોંચી ગઈ હતી. સદનસીબે, ગઈકાલની આગની આ દુર્ઘટનામાં પણ કોઈ જાનહાનિ તો નથી જ થઇ પણ
ઉપરાંત થાણેમાં મંગળવારે સવારે એક ફૂડ શોપ પણ આગની લપેટમાં આવી હતી. કલ્યાણના શિલ્ફાટા રોડ પર કેજીએન બિરયાની દુકાનમાં દુર્ઘટના થઇ હતી. દુકાન અને તેની આસપાસ પણ આગ (Thane Fire)ની જ્વાળાઓએ નુકસાન કર્યું હતું. આ આગ ગણતરીના સમયમાં જ ફેલાઈ હતી. માહિતી મળતાં જ ડોમ્બિવલી ફાયર વિભાગના કર્મચારીઓ ઘટનાસ્થળે આગ ઓલવવા માટે આવી ગયા હતા અને કામગીરી શરુ કરી હતી. લગભગ ભારે જહેમત બાદ એક કલાકમાં આગ પર નિયંત્રણ મેળવી લેવાયો હતો એમ અધિકારીઓએ પોતાના નિવેદનમાં કહ્યું હતું. અહેવાલોનુસાર આ દુકાનની અંદર રહેલ લાકડાનું ફર્નિચર, રેફ્રિજરેટર અને કાચો ખાદ્ય પદાર્થ બળીને ખાક થઇ ગયો હતો.


