Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > તપોવન વિદ્યાલયમાં યોજાયો મહિલાઓ માટે કાર્યક્રમ

તપોવન વિદ્યાલયમાં યોજાયો મહિલાઓ માટે કાર્યક્રમ

Published : 01 August, 2026 11:56 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ ‘પૉઝિટિવ પેરન્ટિંગ’ વિષય પર હિના સાવલાનું લાઇવ માર્ગદર્શન સત્ર હતું

કાર્યક્રમની ઝલક

કાર્યક્રમની ઝલક


ભિવંડી સ્થિત તપોવન વિદ્યાલયમાં તાજેતરમાં મહિલાઓ માટે વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ દરમ્યાન વિવિધ મનોરંજક અને સહભાગિતાપૂર્ણ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. એમાં ઉપસ્થિત મહિલાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ ‘પૉઝિટિવ પેરન્ટિંગ’ વિષય પર હિના સાવલાનું લાઇવ માર્ગદર્શન સત્ર હતું. આ સત્રમાં તેમણે માતા-પિતાએ બાળકોનું સકારાત્મક રીતે પાલનપોષણ કેવી રીતે કરવું, બાળકો સાથે અસરકારક સંવાદ કેવી રીતે જાળવવો અને તેમના સર્વાંગી વિકાસ માટે કયા મુદ્દાઓ મહત્ત્વપૂર્ણ છે એ વિશે વિગતવાર માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્રમ દરમ્યાન વિવિધ રમતોના વિજેતાઓને આકર્ષક ઇનામો આપીને તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. આ સફળ કાર્યક્રમમાં વિદ્યાલયનાં પ્રિન્સિપાલ પ્રિયદા ચુરીનું માર્ગદર્શન પ્રાપ્ત થયું હતું તેમ જ કો-ઑર્ડિનેટર રૂપાલી ખાપરે, અંજલિ રાઠોડ, શીતલ રાઠોડ તથા તપોવન વિદ્યાલયના અન્ય શિક્ષકોએ અથાગ પરિશ્રમથી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. કાર્યક્રમનું આયોજન અને સંચાલન હિરેન ડોડિયા અને રાશિ નાગડાએ કર્યું હતું. 


Whatsapp-channel Whatsapp-channel

01 August, 2026 11:56 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK