સોશ્યલ મીડિયા પર વાઇરલ થયેલી એક ફરિયાદના આધારે રેલવે-અધિકારીઓએ સ્થળ પર તપાસ કરી હતી
થાણે સ્ટેશનના ફૂડ-સ્ટૉલમાં દેખાયેલો ઉંદર અને સીલ કરાયેલો થાણે સ્ટેશન પરનો ફૂડ-સ્ટૉલ
મહારાષ્ટ્ર ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્મિનિસ્ટ્રેશન (FDA) દ્વારા ખાદ્ય પદાર્થોની ગુણવત્તા વિશે શરૂ કરાયેલી કડક ઝુંબેશ બાદ હવે સેન્ટ્રલ રેલવે પણ હરકતમાં આવી છે.
રેલવે-સ્ટેશનો પર સ્વચ્છતા અને ખોરાકની ગુણવત્તા સુધારવા માટે હાથ ધરાયેલી આ ખાસ ઝુંબેશ અંતર્ગત થાણે સ્ટેશનના વેઇટિંગ-રૂમમાં આવેલા એક મલ્ટિ-પર્પઝ ફૂડ-સ્ટૉલના રસોડામાં ઉંદર ફરતો જોવા મળતાં આ સ્ટૉલને ૭ દિવસ માટે સીલ કરી દેવામાં આવ્યો છે.
ADVERTISEMENT
સોશ્યલ મીડિયા પર વાઇરલ થયેલી એક ફરિયાદના આધારે રેલવે-અધિકારીઓએ સ્થળ પર તપાસ કરી હતી. તપાસ દરમ્યાન રસોડામાં અત્યંત અસ્વચ્છતા અને શાકભાજી પાસે ઉંદર જોવા મળ્યા હતા. નિયમોના ઉલ્લંઘન બદલ સેન્ટ્રલ રેલવેએ સંબંધિત કૉન્ટ્રૅક્ટરને ૧૫,૦૦૦ રૂપિયાનો દંડ ફટકાર્યો છે અને તેની સામે શિસ્તભંગનાં પગલાં લીધાં છે.
