Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > દાદાને દવા લેવાનું યાદ અપાવવા માટે ટીનેજરે AI બેઝ્ડ ઍપ બનાવી 

દાદાને દવા લેવાનું યાદ અપાવવા માટે ટીનેજરે AI બેઝ્ડ ઍપ બનાવી 

Published : 01 August, 2026 01:05 PM | IST | Shanghai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ટીનેજરને યુનિવર્સિટીમાં સ્ટડી કરવા માટે બીજા શહેર જવાનું થયું હોવાથી તેને ચિંતા હતી કે પોતે નહીં હોય તો દાદાને કોણ દવા લેવાનું યાદ દેવડાવશે?

ટીનેજર તેના દાદા પાસે રહીને જ મોટો થયો છે

અજબ ગજબ

ટીનેજર તેના દાદા પાસે રહીને જ મોટો થયો છે


સાઉથ ચાઇના મૉર્નિંગમાં પ્રકાશિત થયેલા એક રિપોર્ટ મુજબ શાંઘાઈમાં એક મા કાઈ નામના યુવાને તેના દાદાજીને નિયમિત અને સમયસર દવા લેવાનું યાદ રહે એ માટે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ બેઝ્ડ ઍપ બનાવી છે. મા કાઈ જસ્ટ ૧૮ વર્ષનો છે. વર્લ્ડ આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ કૉન્ફરન્સ (WAIC)માં ટીનેજરની આ શોધ ચર્ચાનો વિષય બની છે. ટીનેજર તેના દાદા પાસે રહીને જ મોટો થયો છે. તેના દાદાને ઘણી ક્રોનિક બીમારીઓ છે અને એ માટે તેમણે નિયમિત દવાઓ લેવાની જરૂરી છે. ઘણી વાર દાદા સમયસર દવા લેવાનું ભૂલી જતા અને એને કારણે તેમની તબિયત બગડતી હતી. ટીનેજરને યુનિવર્સિટીમાં સ્ટડી કરવા માટે બીજા શહેર જવાનું થયું હોવાથી તેને ચિંતા હતી કે પોતે નહીં હોય તો દાદાને કોણ દવા લેવાનું યાદ દેવડાવશે? આ ચિંતામાંથી તેણે આ ઍપ તૈયાર કરી હતી. આ ઍપ દવા લેવાનું યાદ અપાવવા ઉપરાંત તેમની દવાઓનો સ્ટૉક પણ મેઇન્ટેન કરીને રિપોર્ટ કૅરટેકરના મોબાઇલ પર મોકલી આપે છે. દવાઓની એક્સપાયરી ડેટ સુદ્ધાં આ ઍપ મૉનિટર કરે છે.


Whatsapp-channel Whatsapp-channel

01 August, 2026 01:05 PM IST | Shanghai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK