Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > Shehzad Poonawalla: BJP પ્રવક્તા રાજીનામું આપવાની તૈયારીમાં? X પરના બાયોમાંથી પાર્ટીનું નામ હટાવતાં અટકળો તેજ

Shehzad Poonawalla: BJP પ્રવક્તા રાજીનામું આપવાની તૈયારીમાં? X પરના બાયોમાંથી પાર્ટીનું નામ હટાવતાં અટકળો તેજ

Published : 31 July, 2026 01:13 PM | IST | Delhi
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Shehzad Poonawallaએ જે નવો બાયોનો સ્ક્રીનશોટ શેર કર્યો છે તેમાં તેમણે `નેશનલ સ્પોક્સપર્સન, ભાજપ` આ પદ રીમૂવ કરી નાખ્યું છે.

શહઝાદ પૂનાવાલાની ફાઇલ તસવીર

શહઝાદ પૂનાવાલાની ફાઇલ તસવીર


રાજકારણમાંથી ફરી એકવાર રાજીનામાના એંધાણ આવી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટી (BJP)ના રાષ્ટ્રીય પ્રવક્તા શહઝાદ પૂનાવાલા (Shehzad Poonawalla)એ પક્ષમાંથી રાજીનામું આપ્યું હોવાની અટકળો તેજ થતાં રાજકારણ ગરમાયું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર તેમણે પાર્ટીની પ્રાથમિક સદસ્યતા પરથી ત્યાગપત્ર આપી દીધું છે. તેમના રાજીનામાની એટલે જાગી કારણ કે તેઓએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોતાનું અપડેટેડ પ્રોફાઈલ બાયો શેર કર્યું હતું. આ ઉલ્લેખનીય છે કે તે નવા બાયોમાં ભાજપનું નામોનિશાન નીકળી ગયું છે. 

નેશનલ સ્પોક-પર્સનમાંથી આ શું થઇ ગયું?



તમને જણાવી દઈએ શહઝાદ પૂનાવાલા (Shehzad Poonawalla)એ જે નવો બાયોનો સ્ક્રીનશોટ શેર કર્યો છે તેમાં તેમણે `નેશનલ સ્પોક્સપર્સન, ભાજપ` આ પદ રીમૂવ કરી નાખ્યું છે. અને તેના બદલે  "ધર્મ: ઈસ્લામ, સંસ્કૃતિ: હિન્દુ, વિચારધારા: ભારતીય. ઓથર: GST કી યાત્રા. અને પોતાને PM નરેન્દ્ર મોદીના લાઈફલોન્ગ ફોલોઅર બતાવ્યા છે.


રાજકારણ છોડવા અંગેના જૂના વિડિયો પણ વાઇરલ

જોકે, તેમના ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ પર હજી પણ ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા (Shehzad Poonawalla) તરીકેનો ઉલ્લેખ જોવા મળે છે. બાયો બદલ્યાના થોડા જ કલાકોમાં તેમણે પોતાના બે જૂના વીડિયો પણ રીપોસ્ટ કર્યા હતા. અને આ વિડિયોમાં તેઓએ રાજકારણ છોડવાની વાત કરી છે. તેમણે એક વીડિયોમાં જણાવ્યું છે કે, "રાજકીય યોગદાન માત્ર ચૂંટણી પ્રતિનિધિ બનીને જ નથી આપી શકાતું. સમાજ સેવા એ રાજકારણ કરતાં ઘણી મોટી વસ્તુ છે." આ વિડિયોમાં તેમણે એવો પણ ખુલાસો કર્યો હતો કે તેઓ ૨૦૨૫ની લોકસભા ચૂંટણીઓ પૂર્ણ થયા પછીથી જ રાજકારણ છોડી દેવા માંગતા હતા પણ બંગાળ, દિલ્હી, મહારાષ્ટ્ર અને હરિયાણાની મહત્ત્વની ચૂંટણીઓ હોવાથી પક્ષ માટે કામ કરવાનું ચાલુ રાખ્યું હતું."


જાણો શહઝાદ પૂનાવાલા વિશે

જોકે. હજુ સુધી સત્તાવાર રીતે તેઓએ રાજકારણ કે ભાજપ છોડવાની કોઈ સ્પષ્ટ જાહેરાત કરી નથી. વ્યવસાયે લોયર અને એક્ટિવિસ્ટ શહઝાદ પૂનાવાલા (Shehzad Poonawalla) ટીવી ડિબેટ્સમાં ભાજપનો પક્ષ મજબૂતીથી રજૂ કરવા માટે જાણીતા છે. તેઓ અવારનવાર વિપક્ષી પક્ષો અને પાકિસ્તાન પર પ્રહારો કરતા જોવા મળે છે. પોતે ઈસ્લામ ધર્મ પાળતા હોવા છતાં, તેઓ હિંદુ સંસ્કૃતિમાં વિશ્વાસ ધરાવે છે અને મંદિરોમાં પૂજા-અર્ચના કરતા પણ જોવા મળે છે. ભાજપમાં આવ્યા પહેલાં તેઓ કોંગ્રેસમાં હતા. વર્ષ ૨૦૧૭માં તેઓએ ભાજપ પક્ષ જોઇન કર્યો હતો. જોકે, માહિતી મળી રહી છે કે શહઝાદ પૂનાવાલાએ અંગત કારણોસર આ પગલું ભર્યું હોવાનું જણાવ્યું છે. અને એવું પણ કહેવાઈ રહ્યું છે કે તેઓએ પોતાનું રાજીનામું ભાજપને મોકલી દીધું છે. સત્તાવાર જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવે તેવી અટકળો તેજ થઇ છે.

Whatsapp-channel Whatsapp-channel

31 July, 2026 01:13 PM IST | Delhi | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK