° °

આજનું ઇ-પેપર
Wednesday, 12 May, 2021


મુંબઈની હૉસ્પિટલોમાં બેડની તંગી માટે સેલિબ્રિટીઝ જવાબદાર: અસલમ શેખ

14 April, 2021 10:34 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફિલ્મઉદ્યોગની કેટલીક સેલિબ્રિટીઝ અને ક્રિકેટરોને હળવાં લક્ષણો હતાં અથવા તો લક્ષણો નહોતાં, પરંતુ તેઓ મોટી હૉસ્પિટલોમાં દાખલ થયા હતા

અસલમ શેખ

અસલમ શેખ

મહારાષ્ટ્રના પ્રધાન અસલમ શેખે મંગળવારે સેલિબ્રિટીઝ અને ક્રિકેટરો પર કોરોના સંક્રમણનાં ગંભીર લક્ષણો ન હોવા છતાં મોટી હૉસ્પિટલોના બેડ કબજે કરી લીધા હોવાનો આક્ષેપ કર્યો હતો.

મુંબઈના ગાર્ડિયનપ્રધાન અસલમ શેખે જણાવ્યું હતું કે ફિલ્મી હસ્તીઓ અને ક્રિકેટરોએ મોટી ખાનગી હૉસ્પિટલોના બેડ લાંબા સમયથી કબજે કરી લીધા છે.

ફિલ્મઉદ્યોગની કેટલીક સેલિબ્રિટીઝ અને ક્રિકેટરોને હળવાં લક્ષણો હતાં અથવા તો લક્ષણો નહોતાં, પરંતુ તેઓ મોટી હૉસ્પિટલોમાં દાખલ થયા હતા અથવા લાંબા સમય સુધી બેડ કબજે કરી લીધા હતા એમ રાજ્યના ટેક્સટાઇલપ્રધાને જણાવ્યું હતું.

જો તેઓ હૉસ્પિટલોમાં દાખલ ન થયા હોત તો રાજ્ય કોરોનાના જરૂરિયાતમંદ દરદીઓને ત્યાં દાખલ કરાવી શક્યું હોત એમ તેમણે જણાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે કોરોનાવાઇરસના કેસ વધતાં મહારાષ્ટ્ર સરકાર સારવાર સુવિધાઓ ખાતે બેડની ક્ષમતા વધારવા માટે કાર્યરત છે અને એણે આગામી પાંચ-છ સપ્તાહમાં મુંબઈમાં ત્રણ જમ્બો ફીલ્ડ હૉસ્પિટલ ઊભી કરવાની જાહેરાત કરી છે.

14 April, 2021 10:34 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

મુંબઈ સમાચાર

45 પ્લસમાંના 50 ટકાનો વીકમાં ડ્યુ સેકન્ડ ડોઝ તેમને મળશે ખરો?

શહેરમાં રસીની તીવ્ર અછત સર્જાતાં ઉદ્ભવેલી સમસ્યાઓનો કોઈ ઉકેલ દેખાઈ રહ્યો નથી એમાં નાગરિકો સામે હવે નવો પડકાર ઊભો થયો છે.

12 May, 2021 07:07 IST | Mumbai | Prajakta Kasale
મુંબઈ સમાચાર

હાશ! પૅનિક ઘટશે

૧૮થી ૪૪ વયજૂથનાઓને વૅક્સિનેશન આપવાનું હાલ મોકૂફ રાખવાના મહારાષ્ટ્ર સરકારના નિર્ણયની આ છે પૉઝિટિવ સાઇડ ઇફેક્ટ

12 May, 2021 07:30 IST | Mumbai | Somita Pal
મુંબઈ સમાચાર

આને કહેવાય ખરી હિંમત : હૉસ્પિટલોએ ના પાડી તો ઘરે 99 વર્ષનાં બાને સાજાં કર્યાં

ઘાટકોપરનાં નીલમ ભટ્ટને ૯૯ વર્ષનાં કોરોનાગ્રસ્ત સાસુને હૉસ્પિટલ એકલાં મૂકવા નહોતાં અને હૉસ્પિટલ તેમને સાથે રાખવા તૈયાર નહોતી. અધૂરા પૂરું દીકરાને પણ કોરોના થયો. નીલમબહેને હિંમત હાર્યા વિના બંનેની સારવાર ઘરે જ કરાવી અને આજે બંને કોરોના-મુક્ત છે

12 May, 2021 07:05 IST | Mumbai | Rohit Parikh

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK