Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > સિદ્ધિવિનાયક ગણપતિ મંદિરમાં હવે ૪ નવી વિશેષ પૂજાઓનો લાભ લઈ શકાશે

સિદ્ધિવિનાયક ગણપતિ મંદિરમાં હવે ૪ નવી વિશેષ પૂજાઓનો લાભ લઈ શકાશે

Published : 18 November, 2026 08:48 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

નોંધણી કરાવનાર ભક્તોને સવારની આરતીમાં આમંત્રિત કરવામાં આવે છે અને ત્યાર બાદ તેમને આશીર્વાદ આપવામાં આવે છે.

સિદ્ધિવિનાયક ગણપતિ મંદિર

સિદ્ધિવિનાયક ગણપતિ મંદિર


શ્રી સિદ્ધિવિનાયક ગણપતિ મંદિર ટ્રસ્ટે ભક્તો માટે ૪ નવી વિશેષ પૂજાઓ શરૂ કરી છે જેનાથી મંદિરમાં ઉપલબ્ધ ધાર્મિક-સેવાઓમાં વધારો થયો છે. નવી શરૂ કરવામાં આવેલી આ વિધિઓમાં સહસ્ત્રનામ મહાપ્રસાદ પૂજા, સહસ્ત્રનામ આશીર્વચન મહાપૂજા, શૃંગારિકા પૂજા અને અથર્વશીર્ષ હવનનો સમાવેશ થાય છે. જે ભક્તો આ પૂજાઓ કરાવવા ઇચ્છતા હોય અથવા વધુ માહિતી મેળવવા માગતા હોય તેઓ મંદિરના પૂજા બુકિંગ કાઉન્ટરનો સંપર્ક કરી શકે છે. સહસ્ત્રનામ મહાપ્રસાદ પૂજામાં ભગવાન ગણેશની ચાંદીની પ્રતિમાનું ષોડશોપચાર પૂજન કરવામાં આવે છે. ત્યાર બાદ ભગવાનનાં ૧૦૦૦ નામોના જાપ સાથે તેમનો અભિષેક કરવામાં આવે છે અને પુષ્પો અર્પણ કરવામાં આવે છે. આ પૂજા માટે નોંધણી શુલ્ક ૨૫,૦૦૦ રૂપિયા છે અને પરિવારના પાંચ સભ્યો માટે મહાપ્રસાદની વ્યવસ્થા કરવામાં આવે છે.
સહસ્ત્રનામ આશીર્વચન મહાપૂજા જેનું શુલ્ક ૫૦,૦૦૦ રૂપિયા છે એમાં અથર્વશીર્ષના ૧૨૧ પાઠ સાથે અભિષેક અને સહસ્ત્રનામ પુષ્પાર્ચનનો સમાવેશ થાય છે. આમાં પરિવારના ૧૦ સભ્યો માટે મહાપ્રસાદની વ્યવસ્થા કરવામાં આવે છે.
શૃંગારિકા પૂજા જેનું શુલ્ક ૨૫,૦૦૦ રૂપિયા છે એમાં ભગવાનને રેશમી વસ્ત્રો, કેળના સ્તંભો, સુગંધિત પુષ્પો, હાર અને અન્ય સામગ્રીઓથી શણગારવામાં આવે છે. નોંધણી કરાવનાર ભક્તોને સવારની આરતીમાં આમંત્રિત કરવામાં આવે છે અને ત્યાર બાદ તેમને આશીર્વાદ આપવામાં આવે છે.


Whatsapp-channel Whatsapp-channel

18 November, 2026 08:48 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK