Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > કામ હાઈ કોર્ટના કર્મચારી જેટલું તો એટલો પગાર કેમ નહીં?

કામ હાઈ કોર્ટના કર્મચારી જેટલું તો એટલો પગાર કેમ નહીં?

Published : 18 November, 2026 09:15 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

હાઈ કોર્ટના સ્કેલ પ્રમાણે પગારની માગણી સાથે નીચલી કોર્ટના કર્મચારીઓની હડતાળ

મુંબઈની સિટી સિવિલ ઍન્ડ સેશન કોર્ટ બહાર કર્મચારીઓએ ગઈકાલથી બેમુદત હડતાળ શરૂ કરી હતી.

મુંબઈની સિટી સિવિલ ઍન્ડ સેશન કોર્ટ બહાર કર્મચારીઓએ ગઈકાલથી બેમુદત હડતાળ શરૂ કરી હતી.


રાજ્યના અંદાજે ૩૪,૦૦૦ જેટલા કોર્ટ-કર્મચારીઓએ ગઈ કાલે તેમની હાઈ કોર્ટના સ્કેલ પ્રમાણે જ પગાર અને અન્ય સુવિધાઓ આપવામાં આવે એવી લાંબા સમયની માગણી અને અન્ય માગણીઓ સ્વીકારવામાં આવે એ માટે હડતાળ પાડી હતી. તેમણે કોર્ટના રેગ્યુલર કામ થંભાવી દીધાં હતાં. મુંબઈની સિટી સિવિલ ઍન્ડ સેશન કોર્ટ બહાર બેમુદત હડતાળ શરૂ કરી હતી.
કોર્ટ-કર્મચારીઓનું યુનિયન મુખ્ય ન્યાયદંડાધિકારી ન્યાયાલયીન કર્મચારી સંઘટના દ્વારા આ હડતાળની હાકલ કરી હતી. તેમનું કહેવું હતું કે તેમના દ્વારા કોર્ટમાં હાઈ કોર્ટની જેમ જ બધું કામ થતું હોય છે અને એ પ્રમાણે કામ કરતા જ હોઈએ છીએ તો હાઈ કોર્ટના કર્મચારીઓ અને તેમના પગારમાં ભેદભાવ શા માટે? છેલ્લા ૨૧ મહિનાથી બહુ જ સંયમ સાથે અનેક વાર ફૉલો-અપ કરી બધા જ ડૉક્યુમેન્ટ્સ સબમિટ કરવા છતાં પ્રશાસન તેમની માગણીઓને ધ્યાન પર નથી લઈ રહ્યું અને કોઈ સકારાત્મક પગલાં નથી લેવાયાં. એથી નછૂટકે તેમણે આ હડતાળનો નિર્ણય લેવો પડ્યો છે. તેમણે આ સંદર્ભે વકીલો અને પક્ષકારોને કહ્યું છે કે તમને થતી અગવડ અમે જાણીએ છીએ, એ બદલ દિલગીર છીએ. અમે વિનંતી કરીએ છીએ કે અમારી આ લડાઈમાં અમારો સાથ આપો. 


Whatsapp-channel Whatsapp-channel

18 November, 2026 09:15 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK