હવેથી સિંગલ- જેન્ડર એટલે કે છોકરા-છોકરીઓ માટે જુદી-જુદી સ્કૂલો ખોલવાની મંજૂરી નહીં મળે.
પ્રતીકાત્મક તસવીર
વિદ્યાર્થીઓને નાનપણથી જ સ્ત્રી-પુરુષ સમાનતા અને પરસ્પર સન્માનની ભાવના રહે એ માટે મહારાષ્ટ્ર સ્કૂલ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટે કો-એજ્યુકેશનને પ્રોત્સાહન આપ્યું છે. હવેથી સિંગલ- જેન્ડર એટલે કે છોકરા-છોકરીઓ માટે જુદી-જુદી સ્કૂલો ખોલવાની મંજૂરી નહીં મળે.
સ્કૂલ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટે જાહેર કરેલી નોટિસમાં જણાવાયું હતું કે એક જ પરિસરમાં ચાલતી એઇડેડ સિંગલ જેન્ડર સ્કૂલોને ભેગી કરી દેવામાં આવશે. એક જ રજિસ્ટ્રેશન નંબર હેઠળ આવી
જુદી-જુદી સ્કૂલને કો-એજ્યુકેશન સ્કૂલ જાહેર કરવામાં આવશે. એજ્યુકેશન ડિપાર્ટમેન્ટે બાળકોને રિયલ વર્લ્ડ માટે તૈયાર કરવા માટે આ પગલું લેવામાં આવ્યું હોવાનું ભારપૂર્વક જણાવ્યું હતું.


