Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > જન્મથી જ બિલકુલ ન જોઈ શકતી હોવા છતાં કૌશિકી પટેલે મેળવ્યા ૯૭.૪ ટકા

જન્મથી જ બિલકુલ ન જોઈ શકતી હોવા છતાં કૌશિકી પટેલે મેળવ્યા ૯૭.૪ ટકા

07 May, 2024 08:35 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પ્રીમૅચ્યોર જન્મથી આંખ ગુમાવનારી સાંતાક્રુઝની ગુજરાતી ગર્લ લૉ કરવા માગે છે

જન્મથી જ જોઈ ન શકતી હોવા છતાં સફળતા મેળવનારી કૌશિકી પટેલ માતા-પિતા સાથે.

જન્મથી જ જોઈ ન શકતી હોવા છતાં સફળતા મેળવનારી કૌશિકી પટેલ માતા-પિતા સાથે.


પ્રીમૅચ્યોર જન્મને લીધે આંખ ગુમાવી દેનારી સાંતાક્રુઝમાં રહેતી ૧૬ વર્ષની કૌશિકી પટેલે ઇન્ડિયન સર્ટિફિકેટ ઑફ સેકન્ડરી એજ્યુકેશન (ICSE)ના ક્લાસ ૧૦ની બોર્ડ એક્ઝામમાં ૯૭.૪ ટકા મેળવ્યા છે. જન્મ્યા બાદથી જ બિલકુલ જોઈ ન શકતી કૌશિકીએ લૅપટૉપમાં નૉન વિઝ્યુઅલ ડેસ્કટૉપ ઍક્સેસ (NVDA) સૉફ્ટરવેરની મદદથી વાંચીને નહીં પણ સાંભળીને અભ્યાસ કરીને આ સફળતા મેળવી છે. અંધેરી-ઈસ્ટના મરોલ વિસ્તારમાં આવેલી પ્રાઇમ ઍકૅડેમી સ્કૂલમાં કૌશિકી પટેલ અન્ય સ્ટુડન્ટ્સ સાથે ટૉપર રહી છે. સામાન્ય રીતે ડિસેબલ્ડ સ્ટુડન્ટને રાઇટર આપવામાં આવે છે, પણ કૌશિકી સાંભળીને લખી શકે છે એટલે તેણે રાઇટરને બદલે એક્ઝામમાં રીડરની હેલ્પ લીધી હતી. કૌશિકી હવે આર્ટ્સમાં ગ્રૅજ્યુએશન કરીને લૉ કરવા માગે છે. 

મૂળ મહેસાણાના અને અત્યારે સાંતાક્રુઝમાં રહેતા લેઉઆ પટેલ સમાજની કૌશિકીનાં મમ્મી રૂપાલી પટેલ હાઉસવાઇફ છે અને તેના પપ્પા ધવલ પટેલ એક પ્રાઇવેટ બૅન્કમાં જૉબ કરે છે. રૂપાલી પટેલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘કૌશિકી પ્રીમૅચ્યોર બેબી છે, જે પ્રેગ્નન્સીના સાડાછ મહિને જ જન્મી હતી જેને લીધે તેની આંખનું વિઝન જતું રહ્યું હતું. અમે સર્જરી કરીને વિઝન પાછું મેળવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ એમાં સફળતા નહોતી મળી. શરૂઆતનાં છ વર્ષ તેણે બ્રેઇલ લિપિની મદદથી અભ્યાસ કર્યો હતો. બાદમાં તેણે ઈ-બુક્સ લૅપટૉપમાં અપલોડ કરીને NVDA સૉફ્ટરવેરની મદદથી સાંભળીને સ્ટડી કરવા માંડી હતી. સ્કૂલ, ટીચરોનો ખૂબ સહયોગ મળવાથી અત્યાર સુધી કૌશિકીને કોઈ મુશ્કેલી નહોતી આવી.’



રિઝલ્ટ આવી ગયું છે એટલે વેકેશનમાં શું કરશે અને આગળ શું કરવા માગે છે એ વિશે કૌશિકીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘બોર્ડની પરીક્ષા કરતાં રિઝલ્ટનું સૌથી વધુ ટેન્શન હોય છે. અપેક્ષા પ્રમાણેનું જ રિઝલ્ટ આવ્યું છે એટલે હવે હું મનગમતાં પુસ્તકો વાંચીશ, મ્યુઝિક વગાડીશ અને ગાઇશ પણ. કૉલેજમાં હું આર્ટ્સ કરીને લૉ કરવા માગું છું.’


માર્કશીટ

હિસ્ટરી, સિવિક્સ ઍન્ડ જ્યોગ્રાફી

૧૦૦

હિન્દી

૯૬

કમર્શિયલ સ્ટડીઝ

૯૮

ઇંગ્લિશ

૯૪

એન્વાયર્નમેન્ટલ સાયન્સ

૯૯

માસ મીડિયા ઍન્ડ                        કમ્યુનિકેશન્સ

૯૬

 


Whatsapp-channel Whatsapp-channel

07 May, 2024 08:35 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK