Sanjay Raut Slams Kangana Ranaut: કંગના રનૌતના સીએમ સ્યુટ માગવાની બાબતે ભારતીય જનતા પાર્ટી (BJP) ના નેતા નીતેશ રાણેએ પણ પ્રતિક્રિયા આપી છે
કંગના રનૌત અને સંજય રાઉત
હિમાચલ પ્રદેશની મંડી લોકસભા બેઠક પરથી જીત મેળવીને સંસદ ભવનમાં પહોંચેલી ફિલ્મ અભિનેત્રી કંગના રનૌતને (Sanjay Raut Slams Kangana Ranaut) લઈને હવે ફરી નવો વિવાદ ઉભો થયો છે. શિવસેના ઉદ્ધવ ઠાકરે જૂથ (UBT) ના નેતા સંજય રાઉતે અભિનેત્રી કંગના રનૌત પર નિશાન સાધતા કહ્યું છે કે કંગનાને સીએમ સ્યુટની શું જરૂર છે? તેમને રાષ્ટ્રપતિ ભવનમાં સ્થાન આપવું જોઈએ. તાજેતરના એક રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું હતું કે કંગના રનૌતે દિલ્હીમાં સ્થિત મહારાષ્ટ્ર સદનની મુલાકાત લીધી હતી. આ દરમિયાન કંગનાને સદનમાં રાખેલો સીએમનો સ્યુટ (રૂમ) ગમ્યો હતો. તેમ જ તેણે ત્યાંના પ્રશાસનને આ ખાસ સીએમ સ્યુટ તાત્કાલિક રહેવા માટે પણ માગ્યો. પ્રોટોકોલ મુજબ સીએમ સ્યુટ કોઈને પણ ફાળવી શકાય નહીં. તેથી મહારાષ્ટ્ર સદનના અધિકારીઓએ તેને સીએમ સ્યુટ આપવાની ના પાડી દીધી હતી. આ વાતને લઈને યુબીટીના નેતા સંજય રાઉતે કંગના પર ટીકા કરી હતી.
કંગના રનૌતના સીએમ સ્યુટ માગવાની બાબતે ભારતીય જનતા પાર્ટી (BJP) ના નેતા નીતેશ રાણેએ પણ પ્રતિક્રિયા આપી છે. રાણેએ રાઉતે કંગના પર કરેલી ટીકાનો જવાબ આપ્યો હતો. રત્નાગિરી સિંધુદુર્ગમાં પત્રકારો સાથે વાત કરતાં નીતેશ રાણેએ (Sanjay Raut Slams Kangana Ranaut) કહ્યું કે કાલે કંગના રનૌતે મહારાષ્ટ્ર સદનમાં રોકાવાની વાત કરી હતી, પણ ત્યાંના મેનેજમેન્ટે આ વાતને નકારી દીધી હતી. તેથી કંગના ત્યાંથી ચાલી ગઈ હતી, પરંતુ હું સંજય રાઉતને કહેવા માગું છું કે તે એક ચૂંટાયેલા સાંસદ છે. તેમની જેમ પાછળના દરવાજાથી સંસદ ભવનમાં નથી પહોંચ્યાં. રાણેએ સવાલ કર્યો કે જ્યારે ઉદ્ધવ ઠાકરે મુખ્ય પ્રધાન હતા, ત્યારે સચિન વાઝે વર્ષા બંગલા પર કેટલા સમય સુધી રોકાયા હતા? તમે તે વાતનો જવાબ ક્યારે આપશો? વધુ વાત નહીં કરો.
ADVERTISEMENT
લોકસભા 2024ની ચૂંટણીમાં મંડીથી સાંસદ બનેલી બૉલિવૂડ એક્ટર (Sanjay Raut Slams Kangana Ranaut) કંગના રનૌત તેની આગામી નવી ફિલ્મને “ઈમરજન્સી’ ને લઈને ચર્ચા અને વિવાદમાં સપડાઇ છે. આ ફિલ્મમાં તેણે કૉંગ્રેસ નેતા અને દેશના પૂર્વ વડા પ્રધાન દિગંત ઇંદિરા ગાંધીનો રોલ પ્લે કર્યો છે. કંગનાની ‘ઇમર્જન્સી’ ફિલ્મ છ સપ્ટેમ્બર 2024 ના રોજ દેશભરના સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. મણિકર્ણિકા ફિલ્મ બેનર હેઠળ બનેલી આ ફિલ્મમાં કંગના રનૌત લીડ રોલમાં જોવા મળવાની છે. કંગના રનૌત મંડી લોકસભા બેઠકથી સાંસદ તરીકે ચૂંટાઈને આવી છે.
ઉલ્લેખનીય છે કે શિવસેના ઉદ્ધવ ઠાકરે જૂથના નેતાઓ (Sanjay Raut Slams Kangana Ranaut) અને કંગના વચ્ચે અનેક વખત શાબ્દિક યુદ્ધ થયું છે. જ્યારે ઉદ્ધવ ઠાકરે મહારાષ્ટ્રના સીએમ હતા ત્યારા કંગનાએ તેમના પર અનેક વખત ટીકા કરી હતી તેમ જ કંગનાએ તેનું મુંબઈમાં આવેલું સ્ટુડિયો તોડી પડતાં તેણે સીએમ અને શિવસેના યુબીટી પર ઘણી ટીકા કરી હતી.

